AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi Birthday : પશ્ચિમ બંગાળની મહિલાઓને પીએમ મોદીની મોટી ગિફ્ટ, મહિલાઓનો આત્મવિશ્વાસ વધશે

PM Modi Birthday: પશ્ચિમ બંગાળમાં અન્નપૂર્ણા દિવસ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંદાજે દોઢ કરોડ મહિલાઓને અન્નપૂર્ણા યોજનાનો ચોથો હપ્તો રજૂ કર્યો. તેમણે મહિલા સશક્તિકરણ, સીધા બેંક ટ્રાન્સફર, કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અને બંગાળમાં અટકેલા પ્રોજેક્ટ્સ વિશે વાત કરી.

PM Modi Birthday : પશ્ચિમ બંગાળની મહિલાઓને પીએમ મોદીની મોટી ગિફ્ટ, મહિલાઓનો આત્મવિશ્વાસ વધશે
| Updated on: Sep 17, 2026 | 2:06 PM
Share

વડાપ્રધાન મોદીનો આજે જન્મદિવસ છે અને દેશભરમાં ઉત્સાહ પૂર્વક ઉજવણી થઈ રહી છે. પશ્ચિમબંગાળમાં અન્નપૂર્ણા દિવસ પર આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો સંબોધિત કર્યો હતો. તેમણે બંગાળની માતા અને બહેનો પ્રતિ આભાર વ્યક્ત કરતા કહ્યું કે, હંમેશા મહિલાઓથી સ્નેહ, વિશ્વાસ અને આપણાપણું મળ્યું છે. જે તેના માટે મોટી શક્તિ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi gift)એ કહ્યું કે, આ પાવન અવસર પર બંગાળમાં મહિલાઓ માટે એક નવી પરંપરા મજબુત થઈ રહી છે.

અન્નપૂર્ણા યોજના હેઠળ રાજ્યની અંદાજે દોઢ કરોડ મહિલાઓના ખાતામાં આ યોજનાનો ચોથો હપ્તો શેર કર્યો છે. તેમણે કહ્યું કે, આનાથી મહિલાઓની દરરોજની જરુરતો ઘરેલું જવાબદારીઓને પુર્ણ કરવામાં મદદ મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વકર્મા પુજાની પણ શુભકામના પાઠવી છે. પશ્ચિમબંગાળને જે યોજનાઓ છેલ્લા કેટલાક વર્ષથી મળી નથી. તે હવે જલ્દી મળશે.

દીકરીઓ માટે અનેક સુવિધા

દીકરીઓને ગામમાં કમાણીની તક મળે તે માટે પણ અનેક વુદ્ધિ કરવામાં આવી છે. પાણીની સમસ્યાઓ ન થાય તે માટે હર ઘર નળથી જળની યોજના શરુ કરી,દીકરીઓને અંધારામાં ન રહેવું પડે તે માટે સૌભાગ્ય યોજનાથી મુક્ત વીજળી કનેક્શન આપવામાં આવ્યું. દીકરીઓ પૈસાની અછતથી બીમારીઓ ન છુપાવે તે માટે આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યું , બેંકમાં જનધન ખાતામાં મોટા પ્રમાણે દીકરીઓના ખાતા ખોલવામાં આવ્યું તેમજ હવે પીએમ આવાસ યોજનામાં મહિલાઓને સંપત્તિમાં અધિકાર મળે તે માટે સંયુક્ત ભાગીદારી આપવામાં આવી છે.

દર મહિને 3,000 ની સીધી સહાય

વડાપ્રધાન મોદી (PM Modi )એ જણાવ્યું હતું કે, માતાઓ અને બહેનો પરિવારની સંભાળ રાખવાથી લઈને રોજિંદા નિર્ણયો લેવા સુધીની દરેક બાબતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આવશ્યક ખર્ચાઓ અંગેની તેમની ચિંતાઓ ઓછી કરવાથી તેમનો આત્મવિશ્વાસ પણ વધે છે. તેમણે જણાવ્યું હતું કે ,અન્નપૂર્ણા યોજના મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા અને તેમના આત્મવિશ્વાસને વધારવાનો પ્રયાસ છે.

જરૂરી વસ્તુઓ ખરીદવામાં મદદ

આ યોજના હેઠળ, દર મહિને એક નિશ્ચિત રકમ સીધી મહિલાઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે, જેનાથી તેમને નાણાકીય સહાયની જરૂરિયાત દૂર થાય છે. ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે 3,000 ની રકમ માતાને તેના બાળકના શિક્ષણ, બહેનની દવા અથવા પરિવાર માટે અન્ય જરૂરી વસ્તુઓ ખરીદવામાં મદદ કરી શકે છે. વડા પ્રધાને જણાવ્યું હતું કે ,સરકારનો ધ્યેય મહિલાઓને નાણાકીય સંસાધનો, નિર્ણય લેવાની શક્તિ અને આગળ વધવાની હિંમત પૂરી પાડવાનો છે.

13 વર્ષ મુખ્યમંત્રી, 12 વર્ષથી વડપ્રધાન, આજે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 76મો જન્મદિવસ જુઓ પરિવાર અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">