AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandhinagr Breaking: ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી જાહેર, 11 ઓક્ટોબરે મતદાન, 13 ઓક્ટોબરે મતગણતરી

Gandhinagr Breaking: ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી જાહેર, 11 ઓક્ટોબરે મતદાન, 13 ઓક્ટોબરે મતગણતરી

Kinjal Mishra
| Edited By: | Updated on: Sep 16, 2026 | 7:35 PM
Share

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકા સહિત થરા અને ઓખા નગરપાલિકાની ચૂંટણીની સત્તાવાર તારીખો જાહેર કરી દેવામાં આવી છે. 27 ટકા ઓબીસી અનામત સાથે યોજાનારી આ ચૂંટણીનું મતદાન નવરાત્રીના પ્રથમ નોરતે યોજાશે. ફોર્મ ભરવાથી લઈને પરિણામ સુધીનું સંપૂર્ણ શિડ્યુલ શું છે? જાણો વિગતવાર.

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકા તેમજ ઓખા અને થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ સહિત વિવિધ પેટાચૂંટણીઓ માટેનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ સાથે જ સંબંધિત વિસ્તારોમાં તાત્કાલિક અસરથી આદર્શ આચારસંહિતા પણ લાગુ થઈ ગઈ છે. આ ચૂંટણીઓમાં ઓબીસી માટે 27 ટકા અનામતનું રોટેશન લાગુ કરવામાં આવ્યું છે.

ચૂંટણી પંચના કાર્યક્રમ મુજબ, 21 સપ્ટેમ્બરે ચૂંટણીનું સત્તાવાર જાહેરનામું બહાર પડશે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 26 સપ્ટેમ્બર રહેશે, જ્યારે 28 સપ્ટેમ્બરે ફોર્મની ચકાસણી અને 29 સપ્ટેમ્બરે ઉમેદવારી પાછી ખેંચી શકાશે. નવરાત્રીના પ્રથમ નોરતે એટલે કે 11 ઓક્ટોબરના રોજ સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે અને જરૂર જણાય તો 12 ઓક્ટોબરે પુનઃમતદાન કરાશે. મતગણતરી 13 ઓક્ટોબરના રોજ સવારે 9 વાગ્યાથી હાથ ધરાશે.

ગાંધીનગર મનપાના 2,59,443 સહિત કુલ 3,52,653 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે 413 જેટલા મતદાન મથકો, 2200 જેટલા કર્મચારીઓ અને 1300 જેટલા પોલીસકર્મીઓ તૈનાત રહેશે. મતદાન EVM દ્વારા થશે અને મતદારો ચૂંટણી પંચના માન્ય 14 ઓળખપત્રો રજૂ કરીને પણ મતદાન કરી શકશે. વિધાનસભા 2027 પહેલાં યોજાઈ રહેલી આ ચૂંટણી તમામ રાજકીય પક્ષો માટે લિટમસ ટેસ્ટ સમાન રહેશે.

TV9ના રિયાલિટી ચેકમાં MJ હોસ્ટેલના ભોજનમાં જીવાત, વાસી ખોરાક અને સ્વચ્છતાના અભાવનો પર્દાફાશ- જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">