AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મહેસાણાના વડનગર આવેલા મહારાષ્ટ્રના DyCM એકનાથ શિંદેનું હેલિકોપ્ટર બગડ્યું

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના ગુજરાત પ્રવાસ દરમિયાન તેમના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાઈ. વડાપ્રધાન મોદીના જન્મદિવસ કાર્યક્રમમાં હાજરી આપવા આવેલ શિંદેને વડનગરથી અમદાવાદનો પ્રવાસ રોડ માર્ગે કરવો પડ્યો.

Breaking News : મહેસાણાના વડનગર આવેલા મહારાષ્ટ્રના DyCM એકનાથ શિંદેનું હેલિકોપ્ટર બગડ્યું
| Updated on: Sep 17, 2026 | 2:43 PM
Share

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં શિંદેએ હાજરી આપી હતી. જોકે, તેમની ગુજરાત મુલાકાત દરમિયાન હવે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. એકનાથ શિંદેના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાતા તેમને હવાઈ મુસાફરી અટકાવી રોડ માર્ગે અમદાવાદ જવું પડશે.

મળતી માહિતી મુજબ, હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાયા બાદ શિંદે વડનગરથી અમદાવાદ સુધીનો પ્રવાસ રોડ માર્ગે કરશે. ઘટનાને પગલે તેમની સુરક્ષા અને પ્રવાસની વ્યવસ્થા અંગે સંબંધિત તંત્ર દ્વારા જરૂરી તકેદારી રાખવામાં આવી રહી છે.

એકનાથ શિંદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના કાર્યક્રમમાં ભાગ લેવા ગુજરાત આવ્યા હતા. વડોદરામાં આયોજિત મુખ્ય કાર્યક્રમમાં તેમણે હાજરી આપી હતી. આ દરમિયાન શિંદેએ વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. ગુજરાતમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ જોવા મળ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે એકનાથ શિંદે તરફથી ગુજરાતના વિવિધ અખબારોમાં શુભેચ્છા સંદેશ સાથેની જાહેરાતો પણ પ્રકાશિત કરવામાં આવી હતી. શિંદેએ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીના નેતૃત્વ અને તેમના જન્મદિવસ અંગે શુભેચ્છા વ્યક્ત કરી હતી.

આ દરમિયાન એકનાથ શિંદે અને અમિત શાહ વચ્ચેની મુલાકાત પણ ચર્ચામાં રહી છે. બંને નેતાઓ એક સાથે જોવા મળ્યા હતા અને તેમની મુલાકાતને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અગાઉ મહારાષ્ટ્રના રાજકારણને લઈને એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસની ભૂમિકા અંગે વિવિધ અટકળો ચાલી હતી. જોકે, દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટતા કરી હતી કે તેઓ મહારાષ્ટ્રમાં જ રહેશે.

હાલ એકનાથ શિંદેની ગુજરાત મુલાકાત દરમિયાન હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાતા તેઓ વડનગરથી અમદાવાદ રોડ માર્ગે જશે. તેમની આગળની મુલાકાત અને કાર્યક્રમ અંગેની વિગતો પર પણ તંત્રની નજર રહેશે.

ગણપતિ વિસર્જન દરમિયાન નીતા અંબાણીએ વેવાઈ-વેવાણ સાથે ડાન્સ કર્યો, જુઓ VIDEO

Follow Us
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
g clip-path="url(#clip0_868_265)">