Breaking News: વિરાટ કોહલીની ચાહકે રચ્યો ઈતિહાસ, સ્મૃતિ મંધાનાની રેકોર્ડબ્રેક સદીની કરી બરાબરી
વિરાટ કોહલીની મોટી ચાહક સ્ટાર મહિલા ક્રિકેટરે ઝિમ્બાબ્વે સામે શાનદાર સદી ફટકારીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. માત્ર 54 બોલમાં સદી પૂરી કરીને તેણે 126 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ ઐતિહાસિક પ્રદર્શન સાથે તેણે ભારતની સ્ટાર ખેલાડીના એક ખાસ રેકોર્ડની પણ બરાબરી કરી છે.

દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમે ઝિમ્બાબ્વે સામેની પાંચ મેચની T20I શ્રેણીમાં 3-0થી અજેય લીડ મેળવી લીધી છે. આ મેચમાં વિરાટ કોહલીની ચાહક અને આફ્રિકન કેપ્ટન લૌરા વોલ્વાર્ડની રેકોર્ડબ્રેક સદીની મદદથી દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમે ત્રીજી T20I મેચ 80 રનના મોટા માર્જિનથી જીતી લીધી.

આ મેચમાં વિરાટ કોહલીની ચાહક અને આફ્રિકન કેપ્ટન લૌરા વોલ્વાર્ડની રેકોર્ડબ્રેક સદીની મદદથી દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમે ત્રીજી T20I મેચ 80 રનના મોટા માર્જિનથી જીતી લીધી.

પ્રથમ બેટિંગ કરતા, દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં 1 વિકેટે 200 રન બનાવ્યા. જવાબમાં ઝિમ્બાબ્વે 120 રનમાં ઓલઆઉટ થઈ ગયું.

લૌરા વોલ્વાર્ડે 62 બોલમાં 126 રનની અણનમ ઇનિંગ રમી, જેમાં 16 ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે. તેણીએ 54મા બોલ પર પોતાની સદી પૂરી કરી.

ઝિમ્બાબ્વે સામે લૌરા વોલ્વાર્ડની સદી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની 18મી સદી છે. આ સાથે, વોલ્વાર્ડે સ્મૃતિ મંધાનાના વિશ્વ રેકોર્ડની બરાબરી કરી હતી. વોલ્વાર્ડ પહેલા ફક્ત સ્મૃતિ મંધાનાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આટલી સદી ફટકારી છે.

ઝિમ્બાબ્વે સામેની તેની સદી સાથે, વોલ્વાર્ડ ચમારી અટાપટ્ટુ સાથે મહિલા T20Iમાં સંયુક્ત રીતે બીજા ક્રમે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગઈ છે.

ઝિમ્બાબ્વે સામે લૌરા વોલ્વાર્ડ્ટનો અણનમ 126 રન દક્ષિણ આફ્રિકા માટે મહિલા T20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી મોટો સ્કોર છે. અગાઉ, આ રેકોર્ડ શાન્દ્રા ફ્રિટ્ઝના નામે હતો, જેણે 116 રન બનાવ્યા હતા.

ઝિમ્બાબ્વે સામેની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવનાર દક્ષિણ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ડ્ટ વિરાટ કોહલીની ખૂબ મોટી ચાહક છે. તેણીએ એક વખત ખુલાસો કર્યો હતો કે કોહલીને કારણે RCB તેની ફેવરીટ ટીમ છે. (PC: PTI/Instagram)
Breaking News: પાકિસ્તાની ખેલાડીને પાછળ છોડી ભારતનો અભિષેક શર્મા ICC રેન્કિંગમાં નંબર-2, ઈશાન કિશન ટોપ પર
