કાનુની સવાલ : ‘હાઇવે પર અચાનક બ્રેક મારવી એ બેદરકારી’, માર્ગ અકસ્માતો પર સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય
સુપ્રીમ કોર્ટે એક માર્ગ અકસ્માત મામલે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું કે, હાઈવે પર અચાનક બ્રેક મારવી લાપરવાહી છે. કોર્ટે દુર્ઘટના માટે 3 પક્ષોને જવાબદાર ઠેરવ્યા છે. આ મામલો તમિલનાડુના કોયમ્બતુરમાં 7 જાન્યુઆરી 2017ના રોજ થયેલી એક દુર્ઘટના સાથે જોડાયેલો છે.

સુપ્રીમ કોર્ટે માર્ગ અકસ્માતને લઈ એક મહત્વની ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હાઇવે પર અચાનક બ્રેક મારવી એ બેદરકારી ગણાશે. કોર્ટે કહ્યું કે, જો કોઈ કાર ચાલક હાઇવે પર અચાનક કોઈ ચેતવણી વિના બ્રેક મારે છે, તો માર્ગ અકસ્માતની સ્થિતિમાં લાપરવાહી માનવામાં આવી શકે છે.

કાર ચાલની 50 ટકા જવાબદારી અને બસ ચાલકની 30 ટકા જવાબદારી છે. આ સાથે બાઈક ચાલકની 20 ટકા લાપરવાહી છે.

સુપ્રીમ કોર્ટે માન્યું કે, હકીમ પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ નહોતું અને તેણે કારથી પૂરતું અંતર જાળવ્યું ન હતું, જે તેની બેદરકારી હતી.સુપ્રીમ કોર્ટે કુલ વળતર ₹1.14 કરોડ નક્કી કર્યું હતું પરંતુ હકીમની 20% બેદરકારીને કારણે તેને ઘટાડીને ₹91.2 લાખ કર્યું હતું. આ રકમ ચાર અઠવાડિયામાં કાર અને બસ વીમા કંપનીઓને ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

આ સમગ્ર મામલો તમિલનાડુના કોયમ્બતુરમાં 7 જાન્યુઆરી સાથે એક દુર્ઘટના સાથે જોડાયેલો છે. એન્જિન્યિરિંગ વિદ્યાર્થી પોતાની બાઈક લઈ જઈ રહ્યો હતો. તે દરમિયાન એક કાર ચાલકે અચાનક બ્રેક મારી હતી.

આ દરમિયાન બાઈક કાર સાથે ટકરાય હતી અને તે પડી ગયો હતો. આ દરમિયાન તેની પાછળ આવી રહેલી એક બસે તેને કચડી નાંખ્યો હતો.

સારવાર દરમિયાન તેનો પગ કાપવો પડ્યો હતો. આ મામલાની સુનાવણી દરમિયાન કાર ચાલકે કોર્ટેમાં કહ્યું તેમણે એટલા માટે બ્રેક લગાવી હતી કારણ કે, તેની ગર્ભવતી પત્નીને ઉલ્ટી જેવું થઈ રહ્યું હતુ પરંતુ સુપ્રીમ કોર્ટે આ દલીલને નામંજુર કરી હતી. કોર્ટે આ માટે 3 પક્ષોને જવાબદાર માન્યા હતા.

બેન્ચ માટે ચુકાદો લખનારા જસ્ટિસ ધુલિયાએ જણાવ્યું હતું કે, હાઇવે પર વાહનોની ગતિ વધુ હોય તેવી અપેક્ષા છે અને જો કોઈ વાહનચાલક પોતાનું વાહન રોકવા માંગે છે, તો તેની જવાબદારી છે કે તે રસ્તા પર આવતા અન્ય વાહનોને ચેતવણી આપે અથવા સંકેત આપે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
