કાનુની સવાલ : મહિલાની ધરપકડ વિશે કાયદો શું કહે છે? જાણો
કેટલીક મહિલાઓ પોતાના લીગલ રાઈટ્સ એટલે કે, કાનુની અધિકારો જાણતી નથી. ત્યારે જે મહિલાઓને મોટી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. તો આજે આપણે મહિલાઓ સાથે જોડાયેલા આ અધિકારો વિશે જાણવું જરુરી છે.

ભારતમાં મહિલાઓની સુરક્ષા સંબંધિત ઘણા કાયદા અને નિયમનો છે, જે મહિલાઓને ગુનાઓથી બચાવવા અને તેમના અધિકારોનું રક્ષણ કરવા માટે કામ કરે છે. ભારતમાં, CrPCની કલમ 46(4) માં જોગવાઈ છે કે, સૂર્યાસ્ત પછી મહિલાની ધરપકડ કરી શકાતી નથી.

સુપ્રીમ કોર્ટેના આદેશ મુજબ કોઈ પણ મહિલાઓને સૂર્યાસ્ત થયા પછી ધરપકડ કરી શકાતી નથી.જો તમારે કોઈ મહિલાને ફરિયાદના સંદર્ભમાં પૂછપરછ કરવાની જરૂર હોય અને દિવસ મોડો થઈ ગયો હોય, તો પોલીસે તેના ઘરે જવું જોઈએ.

ફક્ત એક મહિલા પોલીસ અધિકારી જ મહિલાની તપાસ કરી શકે છે. કોઈ પણ પુરુષ પોલીસ અધિકારી કોઈપણ સંજોગોમાં તેને સ્પર્શ કરી શકશે નહીં.જો ધરપકડ સમયે કોઈ મહિલા ગર્ભવતી હોય, તો તે પોતાની સાથે કોઈ સાથીદારની માંગણી કરી શકે છે.

કેટલીક મહિલાઓ આ અધિકારથી અજાણ છે. મહિલા કોન્સ્ટેબલ પણ રાત્રે કોઈ મહિલાની ધરપકડ કરી શકતી નથી.

જો કોઈ ગુનો ખાસ ગંભીર હોય, તો પણ પોલીસે મેજિસ્ટ્રેટને લેખિતમાં જણાવવું પડશે કે રાત્રે મહિલાની ધરપકડ શા માટે કરવી જરૂરી છે.

ઘણી વખત સામાજિક, કૌટુંબિક અથવા અન્ય કારણોસર, મહિલાઓ ઘટના સમયે પોલીસને જાણ કરી શકતી નથી.

આવા કિસ્સાઓમાં, જો કોઈ મહિલા મોડી ફરિયાદ નોંધાવે તો પણ પોલીસ તેને ફરિયાદ નોંધવાનો ઇનકાર કરી શકતી નથી. મહિલાઓ ઈમેલ દ્વારા પણ પોતાની ફરિયાદ નોંધાવી શકે છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- PTI)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
