તમારા ઘરમાં આ સમયે લક્ષ્મી કરે છે પ્રવેશ, ત્યારે આ ભૂલ કરવાથી બચજો, જાણો
માતા લક્ષ્મી હિન્દુ ધર્મની મુખ્ય દેવીઓમાંની એક છે, જેમને ધન, વૈભવ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને સદ્દગુણોની દેવી તરીકે માનવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે જેમના પર માતા લક્ષ્મી કૃપા દ્રષ્ટિ રાખે છે, તેમના ઘરમાં હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ રહે છે.

પણ શું તમે જાણો છો કે દિવસમાં એવો કયો ખાસ સમય હોય છે જયારે માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરતી હોવાનું માનવામાં આવે છે? અને એ સમયે કઈ બાબતો ટાળવી જરૂરી છે? ( Credits: Getty Images )

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સાંજના સમયે, ખાસ કરીને સૂર્યાસ્ત પછી, માતા લક્ષ્મીના ઘર પ્રવેશનો સમય માનવામાં આવે છે. તેથી એ સમયે ઘરના મુખ્ય દરવાજાને થોડો સમય માટે ખુલ્લો રાખવો શુભ માનવામાં આવે છે. ( Credits: Getty Images )

સાંજ સમયે ઘરની સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવું આવશ્યક છે. સાથે જ, ઘરના દરેક ખૂણામાં પ્રકાશ છવાયેલો હોય એ પણ શુભ માનવામાં આવે છે. ( Credits: Getty Images )

સાંજના સમયે ઘરના પ્રવેશદ્વારને પ્રકાશિત કરવું શુભ માનવામાં આવે છે. ઉપરાંત, મુખ્ય દરવાજા અને ઘરના મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવવાનું પણ વિધાન છે. (Credits: - Canva)

સાંજના સમયે તુલસીના છોડનો સ્પર્શ કરવાનું અશુભ માનવામાં આવે છે. એ સાથે, આ સમય દરમિયાન નાણાંની લેવડદેવડ કરવાનું પણ ટાળવું જોઈએ.

( નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા ઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.) (Credits: - Canva)
વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની વધુ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

































































