Thackeray Surname History : બાળાસાહેબ ઠાકરેની અટકનો અર્થ અને ઈતિહાસ જાણો
દેશ-દુનિયામાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે. કોઈ પણ માણસના નામ પાછળ એક વિશેષ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખાય છે. તો આજે ઠાકરે અટકનો અર્થ શું થાય તે જાણીશું

ભારતમાં વિવિધ ધર્મ, જ્ઞાતિના લોકો વસવાટ કરે છે. ત્યારે વ્યક્તિના નામ પાછળ એક ખાસ ઉપનામ લખવામાં આવે છે તેને અટક કહેવાય છે. મોટાભાગના લોકોને અટકનો ઈતિહાસ અને અર્થથી અવગત હોતા નથી.

ઠાકરે અટક ભારતમાં જાણીતી છે. આ અટકના લોકો ભારતના વિવિધ રાજ્યોમાં વસવાટ કરે છે. ઠાકરે અટક ઠાકુર શબ્દ પરથી આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ શબ્દનો સંસ્કૃત શબ્દ ઠાકુર અથવા ઠાકુર્ય છે. જેનો અર્થ સ્વામી અથવા નેતા થાય છે.

આ શબ્દ વ્યક્તિને આદર આપવા માટે ઉપયોગમાં લેવામાં આવતો હતો. જેનો અર્થ માસ્ટર, નેતા, સરદાર અથવા યોદ્ધા પણ થાય છે. જેનો ઉપયોગ મુખ્યત્વે ક્ષત્રિયો અને અન્ય કેટલીક જાતિઓ માટે થતો હતો.

ઠાકરે અટક મુખ્યત્વે મરાઠી કાયસ્થ પ્રભુ સમુદાયમાં અને ક્યારેક બ્રાહ્મણ પરિવારોમાં જોવા મળે છે. કાયસ્થ પ્રભુ એક શિક્ષિત અને વહીવટી જાતિ હોવાનું જણાય છે, જે મરાઠા સામ્રાજ્ય અને બ્રિટીશ રાજ દરમિયાન લેખન, વહીવટ અને રાજકારણમાં સક્રિય હતા.

બ્રિટિશ સમયગાળા દરમિયાન, ઠાકરે અટક ધરાવતા ઘણા લોકોએ પશ્ચિમી શિક્ષણ મેળવ્યું અને સામાજિક જાગૃતિ ફેલાવવાનું શરૂ કર્યું. કેશવ સીતારામ ઠાકરેનો પણ સમાવેશ હતો. જેઓ બાળાસાહેબ ઠાકરેના પિતા હતા.

બાળાસાહેબ ઠાકરે પ્રખ્યાત રાજકીય નેતા અને શિવસેનાના સ્થાપક છે. તેમને 1966માં સંસ્થાની સ્થાપના કરી છે. પહેલાનો કાર્ટૂનિસ્ટ હતા. ત્યારબાદમાં તેમણે મરાઠી ઓળખ અને હિન્દુત્વના રાજકારણને પ્રોત્સાહન આપ્યું.(નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)
Tv9 ગુજરાતી પર શહેર, અટક પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
