Jaya Kishori Book : કથાકાર જયા કિશોરી બની ગઈ લેખક, પુસ્તક ‘ઇટ્સ ઓકે’ના લોન્ચ સાથે લોકોને આપ્યો આ સંદેશ, જુઓ
Jaya Kishori New book : જયા કિશોરીનું નવું પુસ્તક "ઇટ્સ ઓકે" યુવાનો અને ભાવનાત્મક સંઘર્ષમાંથી પસાર થનારા લોકો માટે એક પ્રેરણાદાયક માર્ગદર્શન છે. પોતાના અનુભવો અને આધ્યાત્મિક શિક્ષણના આધારે, તેઓ જીવનના દબાણનો સામનો કરવા અને શાંતિ શોધવાની રીતો શીખવે છે.

આધ્યાત્મિક અને પ્રેરણાદાયક વક્તા તરીકે જાણીતી કથાકાર જયા કિશોરીએ હવે પોતાના લેખન દ્વારા લોકોને જીવનની ઊંડી સમજ આપવા પ્રયત્ન કર્યો છે. તાજેતરમાં તેઓએ પોતાનું પહેલું પુસ્તક ‘ઇટ્સ ઓકે’ પ્રકાશિત કર્યું છે, જે ખાસ કરીને યુવાનો અને મનમાં ઊંડી પીડા અનુભવનાર લોકોને ધ્યાનમાં રાખીને લખાયું છે.

જયા કિશોરી કહે છે કે આ પુસ્તકનો વિચાર તેમને કોલેજના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ દરમિયાન આવ્યો હતો. ઘણા વિદ્યાર્થીઓ પોતાના જીવનના દબાણ અને ભાવનાઓ વિશે વાત કરતા હતા, છતાં પણ તેઓ કહેતા ‘જસ્ટ ચિલ’ અથવા ‘ઇટ્સ ઓકે’. આ શબદો પાછળ છુપાયેલા દુઃખને તેઓ સમજી શક્યા અને એ સમયે તેમને આ વિષય પર કંઈક લખવાનો પ્રેરણા મળી.

જયા કિશોરીએ જણાવ્યું કે આ પુસ્તક છેલ્લા પાંચ વર્ષથી તેમના મનમાં હતું અને હવે આખરે તે પ્રકાશિત થયું છે. તેમના પોતાના જીવનના અનુભવો, આધ્યાત્મિક શિક્ષણ અને બાળપણમાં માતા-પિતા તથા દાદા-દાદી પાસેથી સાંભળેલી શીખવણભરી વાર્તાઓનો આ પુસ્તકમાં સમાવેશ કર્યો છે. તેઓ માને છે કે જીવનમાં દરેક પરિસ્થિતિમાં આપણે શાંતિ અને સમજૂતીથી જવાબ આપવો જોઈએ અને કહેવું ‘ઇટ્સ ઓકે’.

લેખન પ્રક્રિયા તેમના માટે સહેલી નહોતી. તેમને ઘણી વખત લખેલા અંશો ફરીથી લખવા પડ્યા. તેમ છતાં, જયા કિશોરીએ પોતાની જ શીખ પર ચાલીને આ આખી પ્રક્રિયા દરમિયાન શાંતિ જાળવી. તેઓ માને છે કે માણસ પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરે છે, એ પર આધાર રાખે છે કે તેનું સોલ્યુશન શું હશે.

પુસ્તક વિશે વધુ કહતાં તેમણે કહ્યું કે ‘ઇટ્સ ઓકે’ ખાસ કરીને તે લોકો માટે છે, જે ભાવનાત્મક રીતે સંઘર્ષ કરે છે અને જીવનમાં શાંતિ શોધી રહ્યા છે. આજેની યુવા પેઢી માટે તેઓ આ પુસ્તક દ્વારા એક માર્ગદર્શન આપવા ઈચ્છે છે, જેથી તેઓ પોતાનું જીવન સમજવા અને જીવવા માટે વધુ મજબૂત બને.

જયા કિશોરી અંતમાં કહે છે, “હું ઇચ્છું છું કે જ્યારે લોકો આ પુસ્તક વાંચે, ત્યારે તેમને મનની શાંતિ મળે. તેઓ પોતાનું જીવન વધુ સારી રીતે સમજી શકે અને દરેક પરિસ્થિતિમાં આત્મવિશ્વાસથી કહી શકે – ‘ઇટ્સ ઓકે’.”
Jaya Kishori : સવારે ઉઠતાની સાથે જ આ 5 કામ પહેલા કરો, બદલાઈ જશે તમારી કિસ્મત ! જાણવા માટે અહીં ક્લિક કરો..
