જયા કિશોરી
જયા કિશોરીને કોણ નથી જાણતું ? જયા કિશોરી તેમના ખાસ અંદાજમાં ભજન ગાવા અને કથા વાંચવા માટે ખૂબ જ પ્રખ્યાત છે. ભગવાન કૃષ્ણ પ્રત્યેના અપાર પ્રેમને કારણે તેમને ‘કિશોરી’નું બિરુદ મળ્યું છે.
જયા કિશોરીનો જન્મ 13 જુલાઈ 1995ના રોજ રાજસ્થાનના એક નાનકડા ગામ સુજાનગઢમાં થયો હતો, તે ગૌર બ્રાહ્મણ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. જયા કિશોરીના પિતાનું નામ રાધે શ્યામ હરિતપાલ અને માતાનું નામ ગીતા દેવી હરિતપાલ છે. જયા કિશોરીને ચેતના શર્મા નામની એક બહેન છે. જયા કિશોરીએ હજુ લગ્ન કર્યા નથી. જયા કિશોરીના શિક્ષણ વિશે વાત કરીએ તો તેણે B.Com.નો અભ્યાસ કર્યો છે. આ સાથે તેણે આધ્યાત્મિકતાનું જ્ઞાન પણ મેળવ્યું છે.
2016માં જયા કિશોરીને ‘આદર્શ યુવા આધ્યાત્મિક ગુરુ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવી હતી. તેમજ ફેમ ઇન્ડિયા એશિયા પોસ્ટ સર્વે 2019 યુથ આઇકોનથી નવાજવામાં આવ્યા હતા. વર્ષ 2021માં જયા કિશોરીને ‘મોટિવેશનલ સ્પીકર ઑફ ધ યર’ના સન્માનથી નવાજવામાં આવ્યા હતા.
જયા કિશોરીનું સાચું નામ ‘જયા શર્મા’ છે. જયા કિશોરીના ગુરુનું નામ ગોવિંદ રામ મિશ્રા છે. જયા શર્માને ગુરુજી પાસેથી જ ‘કિશોરી’નું બિરુદ મળ્યું હતું. શ્રી કૃષ્ણ પ્રત્યેની તેમની ઊંડી શ્રદ્ધા અને પ્રેમને કારણે તેમને કિશોરીનું બિરુદ આપવામાં આવ્યું અને ત્યાર બાદ તેઓ જયા કિશોરી જી તરીકે ઓળખાવા લાગ્યા છે. જો કે જયા કિશોરી પોતાને એક સામાન્ય છોકરી માને છે અને તેને કોઈ સાધ્વી કે સંત કહે તે પસંદ નથી.
Read MoreJaya Kishori : જયા કિશોરીના આ અમૂલ્ય વચનો તમારું જીવન બદલી નાખશે, જુઓ Video
આધુનિક જીવનમાં જયા કિશોરીજીના અમૂલ્ય વિચારો સાચા સુખનો માર્ગ દર્શાવે છે. તેઓ શીખવે છે કે ખુશી ભૌતિક વસ્તુઓમાં નહીં, પરંતુ બીજાના ચહેરા પર સ્મિત લાવવામાં છે.
- Sagar Solanki
- Updated on: Apr 11, 2026
- 4:58 pm
કથાકાર જયા કિશોરી કોના માટે પોતાનો જીવ પણ આપી શકે છે? કોના માટે કહી આ વાત- વાંચો
જયા કિશોરીએ હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે જણાવે છે કે તે કોના માટે પોતાનો જીવ આપી શકે છે. હકીકતમાં, તેમણે આ વાતનો ઉલ્લેખ તેની ડિટેચમેન્ટ ગેમને અંગે કર્યો છે. તો ચાલો જાણીએ સંપૂર્ણ વાત.
- Mina Pandya
- Updated on: Dec 23, 2025
- 6:38 pm
કથાકાર જયા કિશોરી કે અનિરુદ્ધાચાર્ય, કોની કથા કરવાની ફી વધુ છે ? જાણો
30 વર્ષીય જયા કિશોરી એક કથાવાચક છે. તેવી જ રીતે, 36 વર્ષીય અનિરુદ્ધાચાર્ય મહારાજે દેશ અને દુનિયામાં ખૂબ ખ્યાતિ મેળવી છે.
- Sagar Solanki
- Updated on: Sep 13, 2025
- 5:27 pm