એક નજરનો પ્રેમ, એક નિર્ણય… પ્રથમ મુલાકાતથી જીવનસાથી સુધીના જ્યોતિરાદિત્ય સિંધિયાના અવિસ્મરણીય પ્રેમની સફર
પ્રથમ નજરમાં થયેલો પ્રેમ, રાજવી પરંપરાની ભવ્યતા અને યાદગાર શાહી લગ્ન… જ્યોતિરાદિત્ય સિંધિયા અને પ્રિયદર્શિની રાજેની પ્રેમકથા એવી છે કે જે દિલને સ્પર્શી જાય છે અને પેઢીઓ સુધી યાદ રહી જાય છે.

"કેટલીક મુલાકાતો દિલને સીધી સ્પર્શી જાય, પ્રથમ નજરમાં જ જીવનસાથી મળી જાય…" દેશના એક જાણીતા નેતા અને સાથે જ ગ્વાલિયર રાજઘરાનાના સભ્ય જ્યોતિરાદિત્ય સિંધિયા દેશના લોકપ્રિય નેતાઓમાંથી એક વ્યક્તિ છે. રાજકારણ સાથે તેમનું વ્યક્તિગત જીવન પણ વારંવાર ચર્ચામાં રહે છે. પ્રધાનમંત્રી મોદીના કેબિનેટમાં મંત્રી છે એવા જ્યોતિરાદિત્ય સિંધિયાની પત્નીનું નામ પ્રિયદર્શિની રાજે સિંધિયા છે. ચાલો જાણીએ તેમના સંબંધોની ખાસ વાતો.

જ્યોતિરાદિત્ય સિંધિયા અને પ્રિયદર્શિની રાજેની પ્રેમ કહાની ત્રણ વર્ષના સહજ સંબંધ પછી શાહી લગ્ન સુધી પહોંચી. 1994માં બંનેએ રાજશાહી ઢબે વિવાહ કર્યા, જે આજે પણ યાદગાર ક્ષણ માનવામાં આવે છે.

જ્યોતિરાદિત્ય સિંધિયા માટે એ પહેલો દ્રષ્ટિક્ષણ ખાસ બની ગયો હતો, જ્યારે વડોદરાના ગાયકવાડ રાજવી પરિવારની રાજકુમારી પ્રિયદર્શિનીએ તેમની નજર ખેંચી. પ્રિયદર્શિનીને જોઈને જ સિંધિયાએ મનમાં નિર્ણય લઈ લીધો કે જીવનસાથી તો હવે એજ બનશે.

જ્યોતિરાદિત્ય સિંધિયાએ એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો કે તેઓ 1991માં દિલ્હી ખાતે એક કાર્યક્રમ દરમિયાન પ્રિયદર્શિનીને મળ્યા હતા. તે સમયે સિંધિયા અમેરિકામાં અભ્યાસ કરી રહ્યા હતા અને પ્રિયદર્શિની મુંબઈથી ગ્રેજ્યુએશન કરતી હતી.

જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે, ‘જ્યારે મેં પ્રથમવાર પ્રિયદર્શિનીને જોયા, ત્યારે જ મારા મનમાં સ્પષ્ટ થઈ ગયું કે આ જ મારી જીવનસાથી બનશે, જીવનભરની સાથીદાર, મારા સુખ–દુખની સાથી. ત્યારબાદ સમય સાથે એ અનુભવ સાચો સાબિત થયો અને અંતે એવું જ થયું.

જ્યોતિરાદિત્ય સિંધિયા અને પ્રિયદર્શિની રાજે સિંધિયાને બે સંતાન છે, જે પરિવારના આનંદ અને વારસાને આગળ વધારી રહ્યા છે. તેમના પુત્ર મહાઆર્યમન સિંધિયા, પ્રતિભાશાળી અને શિક્ષણમાં અગ્રણીઅન, અમેરિકાની પ્રતિષ્ઠિત યેલ યુનિવર્સિટીમાંથી એમબીએ પૂર્ણ કરી ચુક્યા છે. તેમની પુત્રી અનન્યા હવે પોતાના શિક્ષણમાં વ્યસ્ત છે અને ભવિષ્યમાં અનેક સંભાવનાઓ માટે તૈયારી કરી રહી છે, આ રીતે બંને સંતાનો પેઢીગત વારસો અને પરિવારના ગૌરવને આગળ વધારી રહ્યા છે.

કેન્દ્રિય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાના પુત્ર મહાઆર્યમન સિંધિયાએ અમેરિકાની પ્રતિષ્ઠિત યેલ યુનિવર્સિટીમાંથી પોતાનું એમબીએ અભ્યાસ પૂર્ણ કર્યું છે. હવે તેમને મધ્ય પ્રદેશ ક્રિકેટ એસોસિએશન (MPCA)ના નવા અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. 2 સપ્ટેમ્બર 2025ના રોજ થયેલા ચૂંટણીમાં તેમને આ જવાબદારી સોંપવામાં આવી હતી.

જ્યોતિરાદિત્ય સિંધિયાની પુત્રી અનન્યાને સાહસિક રમતોમાં ખૂબ રસ છે, ખાસ કરીને ઘોડેસવારી, અને ફૂટબોલનો પણ શોખ છે. અનન્યાએ દિલ્હીની બ્રિટીશ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો અને બાદમાં આઇલેન્ડ સ્કૂલ ઓફ ડિઝાઇનમાંથી બેચલર ઓફ ફાઇન આર્ટ્સની ડિગ્રી મેળવી. અનન્યાએ સ્નેપચેટમાં ઇન્ટર્નશિપ કરી છે અને બાદમાં ડિઝાઇનર ટ્રેઇની તરીકે એપલમાં જોડાઈ છે. (આ માહિતી પબ્લિક ડોમેનમાંથી એકત્રિત કરવામાં આવી છે. TV9 ગુજરાતી આ માહિતીની પુષ્ટિ કરતું નથી.)
રાજકુમારીને થયો સામાન્ય યુવક સાથે પ્રેમ, વિરોધ વચ્ચે લવ મેરેજ અને પછી આવ્યો ટ્વિસ્ટ, રાજસ્થાનની રાજકુમારી વિશે વધુ જાણકારી મેળવવા માટે અહીં ક્લિક કરો.
