IRCTC Indian Railway:ભારતીય રેલ્વે IRCTC રામ નવમીના અવસર પર મુસાફરો માટે “ભારત નેપાળ આસ્થા યાત્રા” ટૂર પેકેજ લઈને આવ્યું છે. આ ટૂર પેકેજ પ્રવાસીઓને 10 દિવસ અને 9 રાતના પ્રવાસમાં 4 મહત્વપૂર્ણ યાત્રાધામ અને હેરિટેજ સ્થળો પર લઈ જશે.
રેલવેએ સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન શરૂ કરી. ભારત સરકારની "દેખો અપના દેશ" પહેલ હેઠળ, રેલ્વે લોકોને આ વિશેષ પેકેજ દ્વારા મુસાફરી કરવાની તક આપી રહી છે.
તમને જણાવી દઈએ કે 9 રાત અને 10 દિવસની ટૂર ભારતમાં અયોધ્યા, વારાણસી અને પ્રયાગરાજ અને નેપાળમાં પશુપતિનાથ (કાઠમંડુ) જેવા સ્થળોને આવરી લેશે. ટ્રેન જલંધરથી ચાલશે પરંતુ બોર્ડિંગ દિલ્હી સફદરજંગથી થશે. રેલ્વે શુક્રવાર, માર્ચ 31, 2023 થી ભારત નેપાળ આસ્થા યાત્રા શરૂ કરશે.
IRCTC અનુસાર, આ ટૂર પેકેજ થર્ડ એસી ક્લાસમાં 600 સીટો છે અને આ 600 સીટોમાંથી 300 સ્ટાન્ડર્ડ ક્લાસની અને અન્ય 300 સુપિરિયર ક્લાસની હશે. સિંગલ પેસેન્જર માટે સુપિરિયર ક્લાસની કિંમત 41090 રૂપિયા, પેકેજને લઈ વધુ માહિતી તમે આઈઆરસીટીસીની વેબ સાઈટ પર મેળવી શકો છો.
પેકેજમાં નોન એસી બસો દ્વારા તમામ ટ્રાન્સફર અને જોવાલાયક સ્થળોનો પણ સમાવેશ થાય છે. પેસેન્જરો માટે ટ્રાવેલ ઇન્સ્યોરન્સ, ટ્રેનમાં સિક્યોરિટી અને લાગુ પડતા તમામ ટેક્સ પેકેજમાં સામેલ છે.
Corona prevalence increased in April, more than 550 cases in 24 hours in Maharashtra, active cases raised concern