IRCTC Rann of Kutch Package : શું તમે પણ કચ્છના રણોત્સવ જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો પહેલા આ પેકેજ જોઈ લો
કચ્છનું રણએ ગુજરાતના કચ્છ શહેરની ઉત્તર અને પૂર્વમાં ફેલાયેલું વિશ્વનું સૌથી મોટું મીઠાનું રણ છે. તો જો તમે આ સફેદ રણને નજીકથી જોવા માંગો છો, તો IRCTC તમારા માટે ખૂબ જ સારું ટૂર પેકેજ લઈને આવ્યું છે, જાણો તેના વિશે.

જો તમે ગુજરાતની મુલાકાતે આવ્યા હોવ અને કચ્છ ન જોયું હોય તો તમારી યાત્રા અધૂરી છે ,કચ્છ કલા, સંસ્કૃતિ અને પરંપરાઓનો ગઢ છે. અહીં દર વર્ષે ઓક્ટોબરથી ફેબ્રુઆરી દરમિયાન રણ ઓફ કચ્છ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં દેશ-વિદેશના પ્રવાસીઓ ભાગ લેવા આવે છે. તહેવાર દરમિયાન અહીંનો નજારો જોવા જેવો છે.

જો તમે પણ રન ઓફ કચ્છમાં જવાનું વિચારી રહ્યા છો, તો IRCTC તમારા માટે એક શાનદાર તક લઈને આવ્યું છે. તમે ખૂબ જ ઓછા ખર્ચે ફરવા જવાથી લઈને ખાવા-પીવા સુધીની દરેક વસ્તુનો આનંદ લઈ શકો છો.

આ ટુર પેકેજનું નામRANN OF KUTCH WITH STATUE OF UNITY EX DELHI છે. આ પેકેજ 6 રાત અને 7 દિવસનું છે. જેમાં ફ્લાઈટથી મુસાફરી કરવાની રહેશે. જેમાં તમને અમદાવાદ, ભુજ કેવડિયા ફરવાની તક મળશે. આ ટુર પેકેજ 8 નવેમ્બર, 10 ડિસેમ્બર, 29 ડિસેમ્બર, 19 જાન્યુઆરી 2024, 7 ફેબ્રુઆરી 2024થી શરુ થશે.

જો તમે આ ટુર પેકેજનો લાભ લેવા માંગો છો તો તમે એકલા પ્રવાસમાં જવા માંગો છો. તો તમારે 71,000 રુપિયા ચુકવવા પડશે. 2 લોકો માટે 49,900 પ્રતિ વ્યક્તિ ચુકવવાના રહેશે. ત્રણ લોકો માટે 46,800 આપવાના રહેશે.

IRCTCએ ટ્વીટ કરીને આ ટૂર પેકેજ વિશે જાણકારી આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જો તમે કચ્છના રણનો આકર્ષક નજારો જોવા માંગતા હોવ તો IRCTCના આ અદ્ભુત ટૂર પેકેજનો લાભ લઈ શકો છો.

જો તમે આ ટુર પેકેજ બુક કરાવવા માંગો છો તો તમે આઈઆરસીટીસીની ઓફિશિયલ વેબસાઈટ દ્વારા આ પેકેજ બુક કરી શકો છો.
Statue Of Unity