Interesting Fact : ભારતના કયા રાજ્યમાં લોકો સૌથી વહેલા સૂઈ જાય છે ? નામ જાણશો તો તમે પણ હક્કા બક્કા થઈ જશો
ઊંઘ લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે સંતુલિત આહારની સાથે પૂરતી ઊંઘ લો છો, તો તમે અડધાથી વધુ રોગોથી બચી શકશો. એવામાં શું તમે જાણો છો કે, કયા રાજ્યમાં લોકો સૌથી વહેલા સૂઈ જાય છે?

ભારત વિવિધતાનો દેશ છે. દરેક રાજ્યની પોતાની સંસ્કૃતિ, મહત્વ અને ઇતિહાસ છે. જો કે, આ બધા વચ્ચે શું તમે જાણો છો કે ભારતમાં કયા રાજ્યમાં લોકો સૌથી વહેલા સૂઈ જાય છે? કયા રાજ્યને "સ્લીપિંગ સ્ટેટ" કહેવામાં આવે છે?

એવું કહેવાય છે કે, હિમાચલ પ્રદેશના લોકો સૌથી વહેલા સૂઈ જાય છે અને વહેલા જાગી પણ જાય છે. વધુમાં હિમાચલ પ્રદેશને "સ્લીપિંગ સ્ટેટ" તરીકે પણ ઓળખવામાં આવે છે.

આનું સૌથી મોટું કારણ તેનું શાંતિપૂર્ણ વાતાવરણ છે. અહીંના લોકો વહેલા સૂઈ જાય છે અને જાગી જાય છે. તેઓ પ્રકૃતિ સાથે સુમેળમાં રહેવાનું પણ પસંદ કરે છે. એવું કહેવાય છે કે, ગ્રામીણ વિસ્તારોમાં લોકો સૂર્યોદય પહેલા જ જાગી જાય છે અને રાત્રે 8 થી 9 વાગ્યાની વચ્ચે સૂઈ જાય છે.

હિમાચલ પ્રદેશ ભારતનું એક સુંદર પર્વતીય રાજ્ય છે, જે તેના કુદરતી સૌંદર્ય, શાંત વાતાવરણ અને સમૃદ્ધ સંસ્કૃતિ માટે જાણીતું છે. હિમાલયના ખોળામાં વસેલું આ રાજ્ય તેના બરફથી ઢંકાયેલા શિખરો, ખીણો, નદીઓ અને હિમાલયના વારસા સાથે ભારત તેમજ વિદેશના પ્રવાસીઓને આકર્ષે છે.

હિમાચલ પ્રદેશ સંસ્કૃતિમાં અત્યંત સમૃદ્ધ છે. તેની લોક-કલા, નૃત્યો, તહેવારો, પોશાક અને ભોજનની પોતાની અલગ ઓળખ છે.
આ પણ વાંચો: Stocks Forecast : આ 3 શેર પર રોકાણકારોની નજર ! ભાવ સાતમા આસમાને પહોંચશે કે પછી તળિયે આવી જશે ? નિષ્ણાતોએ કર્યો મોટો ખુલાસો
