Richest Family of India : ભારતના 10 સૌથી અમીર પરિવારોમાં આ ગુજરાતી પરિવારનું નામ ટોપમાં, જુઓ આખું List
હુરુન ઇન્ડિયાના તાજા રિપોર્ટ મુજબ, 2025 માં ભારતના સૌથી ધનિક પારિવાર વિશે વાત કરવામાં આવી છે જેમાં ગુજરાતી પરિવાર ટોપ પર છે.

ભારતમાં પારિવારિક વ્યવસાયનું મહત્વ સતત વધી રહ્યું છે અને અનેક પરિવારો દેશના અર્થતંત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. હુરુન ઇન્ડિયાના તાજા રિપોર્ટ મુજબ, 2025ની “હુરુન ઇન્ડિયા મોસ્ટ વેલ્યુએબલ ફેમિલી બિઝનેસ” યાદીમાં ફરી એકવાર અંબાણી પરિવારે પ્રથમ સ્થાન મેળવ્યું છે.

અંબાણી પરિવાર : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી અને તેમનો પરિવાર સતત બીજા વર્ષે ટોચના સ્થાને છે. તેમની કુલ સંપત્તિ ₹28.2 લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે, જે ભારતના સમગ્ર અર્થતંત્રના લગભગ બારમા ભાગ જેટલી છે. ઊર્જા, ડિજિટલ અને રિટેલ ક્ષેત્રોમાં કંપનીની મોટી ભૂમિકા છે. 1957માં શરૂ થયેલો આ વ્યવસાય હવે બીજી પેઢી દ્વારા સફળતાપૂર્વક સંચાલિત થઈ રહ્યો છે.

બિરલા પરિવાર : કુમાર મંગલમ બિરલાના નેતૃત્વમાં, આદિત્ય બિરલા ગ્રુપ ₹6.5 લાખ કરોડની નેટવર્થ સાથે બીજા સ્થાને પહોંચ્યો છે. સિમેન્ટ અને મેટલ ઉદ્યોગમાં ગ્રુપનું નામ અગ્રણીઓમાં ગણાય છે. 1850ના દાયકામાં શરૂ થયેલો આ વ્યવસાય હવે ચોથી પેઢી દ્વારા આગળ ધપાવવામાં આવી રહ્યો છે.

જિંદાલ પરિવાર : JSW ગ્રુપના સજ્જન જિંદાલના નેતૃત્વમાં, જિંદાલ પરિવારે ₹5.7 લાખ કરોડની નેટવર્થ સાથે ત્રીજું સ્થાન મેળવ્યું છે. ધાતુ અને ખાણકામ ક્ષેત્રમાં મજબૂત પકડ તેમને દેશના અગ્રણી સ્ટીલ ઉત્પાદકોમાં સ્થાન અપાવે છે.

ભારતના 10 સૌથી ધનિક પરિવારોની યાદીમાં પ્રથમ ક્રમે અંબાણી પરિવાર છે, જેમની કુલ સંપત્તિ ₹28.2 લાખ કરોડ છે. બીજા સ્થાને બિરલા પરિવાર છે, જેમની નેટવર્થ ₹6.5 લાખ કરોડ છે. ત્રીજા સ્થાને ₹5.7 લાખ કરોડની સંપત્તિ સાથે જિંદાલ પરિવાર છે. ચોથા ક્રમે બજાજ પરિવાર છે, જેમની પાસે ₹5.6 લાખ કરોડની સંપત્તિ છે, જ્યારે પાંચમા ક્રમે મહિન્દ્ર પરિવાર ₹5.4 લાખ કરોડ સાથે છે. છઠ્ઠા સ્થાને નાદર પરિવાર છે, જેમની નેટવર્થ ₹4.7 લાખ કરોડ છે. સાતમા ક્રમે મુરુગપ્પા પરિવાર છે, જેમની પાસે ₹2.9 લાખ કરોડની સંપત્તિ છે, અને આઠમા ક્રમે પ્રેમજી પરિવાર ₹2.8 લાખ કરોડ સાથે છે. નવમા સ્થાને અનિલ અગ્રવાલ પરિવાર છે, જેમની સંપત્તિ ₹2.6 લાખ કરોડ છે, જ્યારે દસમા ક્રમે દાની, ચોક્સી અને વકીલ પરિવાર (એશિયન પેઇન્ટ્સ) છે, જેમની પાસે કુલ ₹2.2 લાખ કરોડની સંપત્તિ છે.

હુરુન રિપોર્ટ મુજબ, ભારતમાં પારિવારિક વ્યવસાયોમાં સૌથી વધુ નફાકારક ક્ષેત્રોમાં ઊર્જા, નાણાકીય સેવાઓ અને સોફ્ટવેર તથા આઇટી ઉદ્યોગનો સમાવેશ થાય છે. આ પરિવારોની સફળતા માત્ર વ્યવસાયિક વૃદ્ધિમાં નહીં, પરંતુ દેશના આર્થિક વિકાસમાં પણ મોટું યોગદાન આપી રહી છે.
ગુજરાતમાં આવેલું છે 'એશિયાનું સૌથી અમીર ગામ', તેની સમૃદ્ધિનું ચોંકાવનારું કારણ જાણવા અહીં ક્લિક કરો..
