દેશની સૌથી મોટી પ્રોપર્ટી ડીલ ! ના અંબાણી કે ના અદાણી, દેશના પહેલા વડાપ્રધાનનો બંગલો 1,100 કરોડ રૂપિયામાં કોણે ખરીદ્યો?
સામાન્ય રીતે કોઈ બિઝનેસ કે પ્રોપર્ટીની ડીલની વાત થાય ત્યારે અંબાણી કે અદાણીનું નામ મોખરે આવે છે પરંતુ આ વખતે વાત કઈંક અલગ જ છે. દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરુનો બંગલો 1,100 કરોડમાં વેચાયો છે અને ખરીદનારનું નામ જાણીને સૌ કોઈ ચોંકી ઉઠયા છે.

રાજધાની દિલ્હીમાં જ નહીં પરંતુ દેશના સૌથી VVIP એરિયા 'લુટિયન્સ ઝોન'માં એક બંગલાને લઈને ખૂબ જ ચર્ચા ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તાજેતરમાં એક બિઝનેસમેને આ બંગલો લગભગ 1,100 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આ ડીલ દેશની અત્યાર સુધીની સૌથી મોંઘો પ્રોપર્ટી ડીલ હોય તેવું કહેવામાં આવી રહ્યું છે. જાણવા જેવું છે કે, આ એ જ બંગલો છે કે જે એક સમયે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનું સત્તાવાર ઘર હતું.

તમને જણાવી દઈએ કે, લુટિયન્સ દિલ્હીમાં '17 મોતીલાલ નેહરુ માર્ગ' (અગાઉ યોર્ક રોડ) પર સ્થિત આ બંગલો 14,973 ચોરસ મીટર (લગભગ 3.7 એકર) માં ફેલાયેલો છે. આ મિલકત તેના ઐતિહાસિક મહત્વ અને શાનદાર લોકેશનને કારણે લાંબા સમયથી ખાસ ગણાતી હતી અને હવે તેને એક ઉદ્યોગપતિએ પોતાના નામે કરી લીધી છે.

મોતીલાલ નહેરુ માર્ગ (જૂનો 17 યોર્ક રોડ) સ્થિત આ બંગલાની શરૂઆતની કિંમત લગભગ 1,400 કરોડ રૂપિયા રાખવામાં આવી હતી પરંતુ વાટાઘાટો પછી આ ડીલ લગભગ 1,100 કરોડ રૂપિયામાં પૂર્ણ થઈ છે.

આ બંગલો 'લુટિયન્સ બંગલા ઝોન' (LBZ) માં સ્થિત છે, જે વર્ષ 1912-1930 ની વચ્ચે બ્રિટિશ આર્કિટેક્ટ એડવિન લુટિયન્સ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો. આ દિલ્હીનો સૌથી VIP વિસ્તાર છે.

મળતી માહિતી મુજબ, રાજકુમારી કક્કડ અને બીના રાની આ બંગલાના માલિકો છે. આ બંને રાજસ્થાનના રાજવી પરિવારના છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, "અમારા ક્લાયન્ટ પ્લોટ નંબર 5, બ્લોક નંબર 14, 17, મોતીલાલ નહેરુ માર્ગ, નવી દિલ્હી ખાતે 14,973.383 ચોરસ મીટરની રહેણાંક મિલકત ખરીદવા માંગે છે. હાલના માલિકો રાજ કુમારી કક્કડ અને બીના રાનીના માલિકીની તપાસ કરવામાં આવી રહી છે. જો કોઈનો આ મિલકત પર કોઈ દાવો હોય, તો તેણે લેખિત દસ્તાવેજો સાથે 7 દિવસની અંદર અમને જાણ કરવી."

તમને જણાવી દઈએ કે, દિલ્હીમાં આ હેરિટેજ બંગલાના વર્તમાન માલિકો રાજકુમારી કક્કડ અને બીના રાની છે, જેઓ રાજસ્થાની રાજવી પરિવારના છે તેવું માનવામાં આવી રહ્યું છે. સૂત્રો અનુસાર, આ બિઝનેસમેન ભારતના 'બેવરેજ ઇંડસ્ટ્રી'માં એક મોટું નામ છે. લગભગ 3.7 એકર જમીનમાં ફેલાયેલી, આ મિલકતનો બિલ્ટ-અપ ભાગ લગભગ 24,000 ચોરસ ફૂટ છે.
દેશની સાથે સાથે વિદેશના નાના મોટા મહત્વના તમામ સમાચાર જાણવા માટે આપ અહિંયા ક્લિક કરો
