AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 WC Breaking : શ્રીલંકા-પાકિસ્તાનની મેચ પૂર્ણ થતાં જ હેડ કોચે રાજીનામું આપ્યું, ટીમના ખરાબ પ્રદર્શન પર મોટી ધમાલ મચી

T20 World Cup 2026 : ટી20 વર્લ્ડકપ 2026ના સુપર-6ના ગ્રુપ-2માં છેલ્લી મેચ પાકિસ્તાન અને શ્રીલંકાની ટીમ વચ્ચે રમાઈ હતી. આ મેચ પૂર્ણ થતાં જ એક ટીમના હેડ કોચે પોતાનું પદ છોડવાનો નિર્ણય લીધો છે.

T20 WC Breaking : શ્રીલંકા-પાકિસ્તાનની મેચ પૂર્ણ થતાં જ હેડ કોચે રાજીનામું આપ્યું, ટીમના ખરાબ પ્રદર્શન પર મોટી ધમાલ મચી
| Updated on: Mar 01, 2026 | 9:31 AM
Share

T20 World Cup 2026 : ટી 20 વર્લ્ડકપ 2026ની 51મી મેચ પાકિસ્તાન અને શ્રીલંકાની ટીમ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં પાકિસ્તાનની ટીમે 5 રનથી જીત મેળવી હતી પરંતુ તે સેમિફાઈનલ માટે ક્વોલિફાય કરવાનું ચૂકી ગઈ છે. બીજી બાજુ શ્રીલંકાની ટીમનું પ્રદર્શન અત્યારસુધી કાંઈ ખાસ રહ્યું નથી. તેની ટૂર્નામેન્ટનો અંત હાર સાથે થયો છે. આ ખરાબ રમત બાદ ટીમમાં ધમાલ મચી ગઈ છે અને ટીમના હેડ કોચે પોતાનું પદ છોડવાનો નિર્ણય લીધો છે.

ટી 20 વર્લ્ડકપ 2026માંથી બહાર થતાં મોટો નિર્ણય લીધો

શ્રીલંકા ક્રિકેટ ટીમના હેડ કોચ સનથ જયસુર્યાએ પોતાના પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. તેમણે આ જાહેરાત ટી20 વર્લ્ડકપ 2026માંથી ટીમ બહાર થયા બાદ લીધો હતો. જયસૂર્યાએ મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કર્યું કે, તેમનો કોન્ટ્રાક્ટ જૂન 2026 સુધીનો હતો પરંતુ હવે આગળ વધારવા માંગતા નથી. તેમણે કહ્યું કે, મને લાગે છે કે, હવે અન્ય કોઈને આ જવાબદારી સોપવાનો સમય આવી ગયો છે.

2024 ટી20 વર્લ્ડકપ પછી મળી જવાબદારી

જયસૂર્યાએ 2024 ટી20 વર્લ્ડકપ પછી શ્રીલંકાના હેડ કોચની કમાન સંભાળી હતી. તેના કાર્યકાળની શરુઆત કાફી શાનદાર રહી હતી. ઓગસ્ટ 2024માં ભારત વિરુદ્ધ 27 વર્ષ પછી ઓડીઆઈ સીરિઝ જીતવી, સપ્ટેમબરમાં ધ ઓવલમાં ટેસ્ટ મેચ જીતી અને ઘરેલું મેદાન પર ન્યુઝીલેન્ડ વિરુદ્ધ 2-0થી ટેસ્ટ સીરિઝ જીતી હતી. આ સફળતા ટીમમાં નવી ઉર્જાને લઈ આવી હતી. પરંતુ બાદમાં મહિનામાં ટીમનું પ્રદર્શન નબળું જોવા મળ્યું હતુ. ટી20 વર્લ્ડકપ 2026માં તમામ મેચ પોતાના ઘર પર રમ્યા બાદ શ્રીલંકાની ટીમ સેમિફાઈનલમાં સ્થાન બનાવી સકી નહી. જે ટીમ માટે એક મોટો ઝટકો છે.

શ્રીલંકા ક્રિકેટને જાણકારી ન આપી

જોકે, જયસૂર્યાએ શ્રીલંકા ક્રિકેટ (SLC) બોર્ડને પોતાના નિર્ણયની અગાઉથી જાણ કરી ન હતી. આ નિર્ણય અચાનક આવ્યો હતો, જોકે તેમણે સ્પષ્ટતા કરી હતી કે વર્લ્ડ કપ તેમનો છેલ્લો કાર્યકાળ હતો. પરિણામે, શ્રીલંકા ક્રિકેટ બોર્ડે હવે નવા કોચની શોધ કરવી પડશે. જોકે, જયસૂર્યા 13 માર્ચથી શારજાહમાં અફઘાનિસ્તાન સામેની મર્યાદિત ઓવરની સીરિઝ માટે ટીમ સાથે રહી શકે છે.

 T20 વર્લ્ડ કપની શરૂઆત વર્ષ 2007માં થઈ હતી અને ટૂંકા સમયગાળામાં આ ફોર્મેટે વિશ્વભરમાં અદ્ભુત લોકપ્રિયતા મેળવી છે. અહી ક્લિક કરો

ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
Breaking News : ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
Breaking News : ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ઉનાળાની શરૂઆતમાં જ પાણી ન મળતા માળિયામિયાણા ગામના લોકોએ કર્યો ચક્કાજામ
ઉનાળાની શરૂઆતમાં જ પાણી ન મળતા માળિયામિયાણા ગામના લોકોએ કર્યો ચક્કાજામ
મનપાના પાપે ભાવેણાવાસીઓ તૂટેલા સ્લેબની જર્જરીત ટાંકીનુ પાણી પીવા લાચાર
મનપાના પાપે ભાવેણાવાસીઓ તૂટેલા સ્લેબની જર્જરીત ટાંકીનુ પાણી પીવા લાચાર
સુરતમાં બે બેનપણીએ Chat GPTની મદદ લઈ કર્યો આપઘાત
સુરતમાં બે બેનપણીએ Chat GPTની મદદ લઈ કર્યો આપઘાત
ગૌશાળાના કૌંભાડમાં ભાજપના નેતાનું નામ આવતા રાજકારણ ગરમાયું
ગૌશાળાના કૌંભાડમાં ભાજપના નેતાનું નામ આવતા રાજકારણ ગરમાયું
રાજકુમાર જાટ કેસમાં ગોંડલના ગણેશ ગોંડલને મળી ક્લિન ચીટ-સૂત્ર
રાજકુમાર જાટ કેસમાં ગોંડલના ગણેશ ગોંડલને મળી ક્લિન ચીટ-સૂત્ર
શિક્ષણ અને આરોગ્યના વેપારીકરણ સામે પાટીદાર સમાજનો હુંકાર
શિક્ષણ અને આરોગ્યના વેપારીકરણ સામે પાટીદાર સમાજનો હુંકાર
અંજલિ રૂપાણીને ભાજપના સંગઠનમાં રાજકોટ કારોબારીમાં અપાયું સ્થાન
અંજલિ રૂપાણીને ભાજપના સંગઠનમાં રાજકોટ કારોબારીમાં અપાયું સ્થાન
g clip-path="url(#clip0_868_265)">