IRCTC રેલવે ટિકિટ બુકિંગમાં મોટો ફેરફાર, હવે ટ્રેન ઉપડવાના 15 મિનિટ પહેલા પણ થશે ટિકિટ બુક, જાણો
ભારતીય રેલવેએ ટ્રેનમાં મુસાફરી કરવા માગતા મુસાફરો માટે એક નવી સુવિધા શરૂ કરી છે. હવે, ટ્રેનના પ્રસ્થાનના 15 મિનિટ પહેલાં પણ ટિકિટ બુક કરી શકાશે.

ભારતીય રેલવે પોતાના મુસાફરો માટે એક શાનદાર ભેટ લઈને આવી છે. જો તમે વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરવા ઈચ્છો છો, તો હવે તમે ટ્રેન ડિપાર્ચર થવાની માત્ર 15 મિનિટ પહેલાં પણ ટિકિટ બુક કરી શકો છો. આ સુવિધાનો લાભ ખાસ કરીને તેમને મળશે જેમનું પ્રવાસનું યોજના છેલ્લી ઘડીએ બને છે. મહત્વનું છે કે રેગ્યુલર બુકિંગ સુવિધા તો ચાલુ જ રહશે..

હાલમાં આ સુવિધા દક્ષિણ રેલવે ઝોનની કેટલીક પસંદગીવાળી વંદે ભારત ટ્રેનો માટે ઉપલબ્ધ છે. ટૂંક સમયમાં અન્ય ઝોન અને વધુ ટ્રેનોને પણ આ લિસ્ટમાં જોડવામાં આવી શકે છે. હાલ તમિલનાડુ, કેરળ, કર્નાટક અને આંધ્ર પ્રદેશની કેટલીક ટ્રેનોમાં આ સેવા ચાલુ થઈ ગઈ છે.

હાલ સુધી જો ટ્રેન પોતાના પ્રારંભિક સ્ટેશન પરથી રવાના થઈ જાય ત્યારે વચ્ચેના સ્ટેશનો પરથી ચડનાર મુસાફરો ટિકિટ મેળવી શકતા નહોતા, ભલે સીટ ખાલી હોય. આથી રેલવેને ખાલી સીટના કારણે નુકશાન સહન કરવું પડતું હતું.

હવે આ નવા નિયમ બાદ, મધ્ય સ્ટેશનથી પણ મુસાફરો 15 મિનિટ પહેલા ટિકિટ મેળવી શકે છે, જે મુસાફરો અને રેલવે બંને માટે લાભદાયી છે.

ટિકિટ બુક કરવા માટે સિમ્પલ સ્ટેપ્સ જેમાં સૌથી પહેલા IRCTCની વેબસાઈટ અથવા મોબાઈલ એપ ખોલો.. લોગિન કરો અથવા નવું એકાઉન્ટ બનાવો. મુસાફરીની વિગતો ભરો અને વંદે ભારત એક્સપ્રેસ પસંદ કરો. સીટની ઉપલબ્ધતા તપાસો.. ક્લાસ અને બોર્ડિંગ સ્ટેશન પસંદ કરો.. પેમેન્ટ કરો અને ટિકિટ મેળવો
અનોખી ટ્રેન.. આ 5 રેલવે રૂટ તમને લઈ જશે સીધા જન્નતમાં, એક તો ગુજરાતની બિલકુલ નજીક.. જોવા મળશે દેશના સૌથી સુંદર દૃશ્યો, અહીં ક્લિક કરો..
