પ્રિન્સિપાલથી લઈ મંત્રી મંડળમાં સ્થાન મેળવનાર દર્શનાબેનનો આવો છે પરિવાર
સીએમ ભૂપેન્દ્ર પટેલના આ મંત્રીમંડળમાં ત્રણ મહિલાઓને સ્થાન મળ્યુ છે.તેમાંથી એક અસારવાના ધારાસભ્ય દર્શના બહેન વાધેલાનું નામ પણ સામેલ છે. તો દર્શનાબેન વાધેલાનો પરિવાર જુઓ

3 મહિલાઓને આ મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે, આ ત્રણ મહિલાઓના નામ મનીષા વકીલ, રીવાબા જાડેજા, અને દર્શના વાઘેલાને સ્થાન મળ્યું છે. ત્યારે ચાલો જાણીએ દર્શના વાધેલાના પરિવાર અને રાજકીય કારકિર્દી વિશે.

અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાધેલાને ગુજરાતના નવા મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે. ત્યારે એક પ્રિન્સિપાલથી લઈ ડેપ્યુટી મેયર અને મંત્રીમંડળમાં સ્થાન મેળવનાર દર્શના બહેન વાધેલા વિશે વિધુ માહિતી જાણીએ.

દર્શના વાઘેલાનો જન્મ 5 સપ્ટેમબર 1972ના રોજ અમદાવાદમાં થયો છે. તે ગુજરાતના એક ભારતીય રાજકારણી છે. તેઓ ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત વિધાનસભાની સભ્ય છે.

દર્શના વાઘેલાના પરિવારમાં કોણ કોણ છે, જુઓ ફોટો

આપણે દર્શના બહેન વાધેલાના એજ્યુકેશનની જો વાત કરીએ તો એફિડેવિટ પ્રમાણે 1988માં તેમણે એસએસસીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. જ્યારે 1990માં એચએચસીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. વુમન્સ યુનિવર્સિટી મુંબઈમાંથી વર્ષ 1997માં બી.કોમનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.

દર્શના વાઘેલા અમદાવાદ , ગુજરાતના ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર હતા.તેમણે 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદ જિલ્લામાં અનુસૂચિત જાતિ સમુદાય માટે અનામત અસારવા મત વિસ્તારમાંથી જીત મેળવી હતી.

દર્શના વાઘેલા ગુજરાતના અમદાવાદ શહેરના અસારવાના છે. તેમણે મુકેશભાઈ વાઘેલા સાથે લગ્ન કર્યા, જે એક સરકારી કર્મચારી રહી ચૂક્યા છે. તેમના દીકરાનું નિધન થઈ ચૂક્યું છે. એક દીકરીની માતા છે.

દર્શના વાઘેલાએ 1997માં મુલુંડની મહિલા કોલેજમાંથી બીકોમ પૂર્ણ કર્યું. તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર તરીકે બે એક વર્ષના કાર્યકાળ માટે સેવા આપી હતી. ઓક્ટોબર 2010માં તેઓ ફરીથી ચૂંટાયા હતા.

દર્શના વાઘેલા 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતા અસારવા વિધાનસભા મતવિસ્તારમાંથી જીત્યા હતા.

તેમણે 80,155 મત મેળવ્યા અને તેમના નજીકના હરીફ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વિપુલ પરમારને 54,173 મતોના માર્જિનથી હરાવ્યા હતા.

તમને જણાવી દઈએ કે, દર્શના બહેન વાધેલા એક શાળામાં પ્રિન્સિપાલ પણ રહી ચૂક્યા છે.

તેમણે 2010 થી 2013 સુધી અમદાવાદ શહેરના ડેપ્યુટી મેયર તરીકે સેવા આપી હતી.શહેરી વિકાસ ખાતું સોંપવામાં આવ્યું છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
