Crypto currency: ક્રિપ્ટો યુઝર્સની મુશ્કેલી વધી! ટ્રેડિંગમાં ઢીલ રાખી તો કામથી ગયા, નુકસાનથી બચવું હોય તો આ નિયમ જાણી લો
ક્રિપ્ટોની દુનિયામાં ભારતના રોકાણકારો માટે એક મોટો બદલાવ આવ્યો છે. આંતરરાષ્ટ્રીય એક્સચેન્જ બાયબિટે કેટલાક નિર્ણયો લીધા છે, જેની સીધી અસર તમારી કમાણી અને રોકાણ પર પડી શકે છે.

ભારતમાં ક્રિપ્ટો માર્કેટ સંબંધિત પ્રવૃત્તિઓ પર પકડ કડક થઈ રહી છે. આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટો એક્સચેન્જ બાયબિટે હવે ભારતીય યુઝર્સ માટે એક મોટી જાહેરાત કરી છે. કંપની 7 જુલાઈ 2025 થી 18 ટકા GST લાગુ કરવા જઈ રહી છે, જે ટ્રેડિંગ અને સર્વિસ ચાર્જ પર વસૂલવામાં આવશે.

આટલું જ નહીં, કંપની ભારતમાં ઘણી ક્રિપ્ટો સુવિધાઓ પણ બંધ કરી રહી છે. આ નિર્ણય ભારતની ટેક્સ નીતિ હેઠળ લેવામાં આવ્યો છે. બાયબિટે સ્પષ્ટતા કરી છે કે, 7 જુલાઈથી ભારતના યુઝર્સને સ્પોટ ટ્રેડિંગ, માર્જિન ટ્રેડિંગ, ડેરિવેટિવ્ઝ, ફિયાટ ટ્રાન્ઝેક્શન અને ક્રિપ્ટો વિથડ્રોવલ પર લેવામાં આવતી ફીમાં 18 ટકા GST પણ ઉમેરવામાં આવશે.

સરળ ભાષમાં સમજીએ તો, જો કોઈ યુઝર 1 BTC ને 1,00,000 USDT માં વેચે છે, તો તેને GST અને ફી બાદ કર્યા પછી ફક્ત 99,882 USDT મળશે.

આ ઉપરાંત ઓટો લિક્વિડેશન, યુનિફાઇડ ટ્રેડિંગ એકાઉન્ટ કન્વર્ઝન અને ઓન-ચેઇન અર્ન જેવી સેવાઓ પર પણ GST લાગુ થશે. જો કે, APR બૂસ્ટ રિવોર્ડ્સ હાલમાં આનાથી પ્રભાવિત થશે નહીં.

બાયબિટે એ પણ માહિતી આપી છે કે, ક્રિપ્ટો લોન, બાયબિટ કાર્ડ અને સ્પોટ ગ્રીડ, DCA તેમજ ફ્યુચર્સ કોમ્બો જેવા ઘણા ટ્રેડિંગ બોટ્સ 9 જુલાઈથી ભારતમાં બંધ થઈ જશે.

કાર્ડધારકોને 17 જુલાઈથી નવા ટ્રાન્ઝેક્શનની મંજૂરી આપવામાં આવશે નહીં અને બાકીની લોન આપમેળે ચૂકવવામાં આવશે. ભારતમાં પહેલાથી જ ક્રિપ્ટોના નફા પર 30% કર અને 1% TDS છે. હવે 18% GST ઉમેરવાથી રોકાણકારો પર વધુ નાણાકીય દબાણ આવશે.

ક્રિપ્ટો એક્સપર્ટસ માને છે કે, આવી નીતિઓ ભારતમાં ડિજિટલ એસેટ્સના લોંગ ટર્મ ગ્રોથ પર બ્રેક લગાવી શકે છે. બાયબિટનું આ પગલું તેની કોમ્પ્લાયન્સ રણનીતિનો એક ભાગ છે. આના માટે ભારતીય ક્રિપ્ટો યુઝર્સે હવે તેમની પોતાની રણનીતિ ફરીથી નક્કી કરવી પડશે.
(નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.)
બિઝનેસ, એ છે સેવાઓ કે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિનિમય કરીને નાણાં કમાવવાની કામગીરી છે. આ વ્યવસાયમાં તે તમામ માનવ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. બિઝનેસના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..
