Gold Silver Rate In Gujarat : દિવાળી પહેલા સોનું થયું સસ્તું, જાણો ગુજરાતના મુખ્ય શહેરોમાં 10 ગ્રામ સોનાનો આજનો ભાવ શું છે !
તહેવારોની સિઝન વચ્ચે ગુજરાતમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. 24, 22 અને 18 કેરેટ સોનાના આજના ભાવની સાથે છેલ્લા 10 દિવસના ભાવનો ટ્રેન્ડ અને ફિઝિકલ સોનું તથા Gold ETF વચ્ચેના ખર્ચનો તફાવત પણ જાણો.

આજની તારીખ 01 ઓક્ટોબર 2026 ના રોજ ગુજરાતમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. (Image Source | Unsplash)

આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,49,290 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,36,850 અને 1,11,970 છે. (Image Source | Groww)

આજના ભાવની સરખામણી જો ગઈકાલના (30 સપ્ટેમ્બર) ભાવ સાથે કરવામાં આવે તો ઘટાડો જોવા મળી રહ્યો છે. (Image Source | Groww)

છેલ્લા 10 દિવસમાં સૌથી વધારે ભાવ તારીખ 23 સપ્ટેમ્બરના રોજ હતો. 24 કેરેટનો ભાવ રુપિયા 1,54,250 હતો. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ 1,41,400 રુપિયા અને 1,15,690 રુપિયા હતા. (Image Source | Groww)

છેલ્લા 10 દિવસમાં સોનાનો સૌથી ઓછો 29 સપ્ટેમ્બરના રોજ હતો. જે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,48,850 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,36,450 અને 1,11,640 છે. (Image Source | Groww)

અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, ભરૂચ, ભાવનગર, ભુજ, દાહોદ, ગાંધીધામ, ગાંધીનગર અને ગોધરા જેવા ગુજરાતના મુખ્ય શહેરોમાં આજે (01 ઓક્ટોબર) 22 કેરેટ સોનાના પ્રતિ 10 ગ્રામના ભાવ એકસમાન ₹1,36,850 છે. (Image Source | Groww)

આજે 24K સોનાના ભાવ ₹1,49,290 છે. 01 સપ્ટેમ્બર 2026 ના રોજનો ભાવ ₹1,54,140 હતો. જેની સરખામણીએ આજના ભાવમાં ₹4,850 નો ઘટાડો થયો છે. (Image Source | Groww)

ગુજરાતમાં 10 ગ્રામ 24K ફિઝિકલ સોનું અને ગોલ્ડ ETF ખરીદવા વચ્ચેના ખર્ચનો તફાવત દર્શાવે છે. બંનેની મૂળ કિંમત ₹1,49,290.00 અને 3% GST (₹4,478.70) સરખા છે. પરંતુ ફિઝિકલ સોનામાં ઘડામણ, વેસ્ટેજ અને હોલમાર્કિંગ ચાર્જ ઉમેરાતા તે ₹1,74,704.30 થી ₹1,88,305.40 માં પડે છે. જ્યારે ગોલ્ડ ETF માં આ વધારાના ખર્ચ ન હોવાથી તે ₹1,50,036.45 થી ₹1,50,782.90 માં છે. (Image Source | Groww)

નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. (Image Source | Unsplash)
આ પણ વાંચો, Gold-Silver Rate Today: ઓક્ટોબરના પહેલા જ દિવસે સસ્તું થયું સોનું! 1.48 લાખ પર આવી ગયો ભાવ
