AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું ભારત પાકિસ્તાન પર ગમે ત્યારે પરમાણુ બોમ્બ ફેંકી શકે છે ? આ અંગે કોઈ નિયમ છે કે નહી?

તાજેતરમાં પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે એક મોટું નિવેદન આપ્યું હતું કે, આપણે એક પરમાણુ શક્તિ છીએ. જો આપણે ડૂબી જઈશું, તો આપણે અડધી દુનિયા ડૂબાડી દઈશું. એવામાં, શું ભારત પણ ગમે ત્યારે પરમાણુ બોમ્બ ફેંકી શકે છે કે આ માટે કોઈ નિયમ છે?

| Updated on: Aug 12, 2025 | 8:57 PM
Share
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ દરમિયાન પરમાણુ હથિયારોની નીતિ હંમેશા ચર્ચામાં રહી છે. પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ અસીમ મુનીરે તાજેતરમાં એક મોટું નિવેદન આપ્યું હતું.

1 / 8
અમેરિકાની મુલાકાત દરમિયાન તેમણે પરમાણુ યુદ્ધની ધમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે, જો દેશને ધમકી આપવામાં આવે તો તે પરમાણુ યુદ્ધ પણ કરી શકે છે. હવે પાકિસ્તાનની આ ધમકીની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. આવી સ્થિતિમાં, શું ભારત પાકિસ્તાનની જેમ ગમે ત્યારે પરમાણુ બોમ્બ ફેંકી શકે છે કે પછી આના માટે કોઈ નિયમ પણ છે?

2 / 8
તમને જણાવી દઈએ કે, ભારત અને પાકિસ્તાન બંને પરમાણુ શક્તિવાળા દેશ છે. ભારતે વર્ષ 1974 માં પોતાનું પહેલું પરમાણુ પરીક્ષણ 'સ્માઇલિંગ બુદ્ધા' કર્યું હતું અને વર્ષ 1998 માં પોખરણ-2 પરીક્ષણો પછી પોતાને પરમાણુ શક્તિ તરીકે જાહેર કર્યું હતું.

3 / 8
બીજી તરફ, પાકિસ્તાને વર્ષ 1998 માં 6 પરમાણુ પરીક્ષણો કર્યા હતા અને પોતાને પરમાણુ શક્તિ તરીકે જાહેર કર્યું હતું. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વર્ષ 2025 ના અહેવાલ મુજબ, ભારત પાસે લગભગ 172 પરમાણુ હથિયાર છે. બીજીબાજુ પાકિસ્તાન પાસે લગભગ 170 હથિયાર છે. હવે આ હથિયારોના ઉપયોગ અંગે બંને દેશોની નીતિઓ સંપૂર્ણપણે અલગ છે.

4 / 8
ભારતે વર્ષ 1999 માં પોતાની પરમાણુ નીતિમાં 'નો ફર્સ્ટ યુઝ' (NFU) સિદ્ધાંત અપનાવ્યો હતો. આનો અર્થ એ થયો કે, ભારત ક્યારેય પહેલા પરમાણુ હુમલો નહીં કરે. ભારતની નીતિ મુજબ, પરમાણુ હથિયાર ફક્ત સ્વ-બચાવ માટે છે અને જો ભારત પર પરમાણુ હુમલો કરવામાં આવે છે; તો જ તેનો ઉપયોગ કરવામાં આવશે.

5 / 8
ભારતની નીતિ 'વિશ્વસનીય લઘુત્તમ નિવારણ' પર આધારિત છે, જેનો હેતુ દુશ્મનને હુમલો કરતા અટકાવવાનો છે. જો કોઈ દેશ ભારત પર પરમાણુ હુમલો કરે છે, તો ભારતનો બદલો એટલો વ્યાપક હશે કે દુશ્મનની લશ્કરી ક્ષમતા નાશ પામશે. ભારતે બિન પરમાણુ હથિયાર સંપન્ન દેશો સામે આ શસ્ત્રોનો ઉપયોગ નહીં કરવાની પ્રતિજ્ઞા પણ લીધી છે.

6 / 8
હવે બીજીબાજુ, પાકિસ્તાન પાસે કોઈ સ્પષ્ટ પરમાણુ નીતિ નથી. તે કોઈપણ ખતરાના જવાબમાં ગમે ત્યારે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરી શકે છે. પાકિસ્તાન પાસે ભૌગોલિક, લશ્કરી, આર્થિક અને રાજકીય અસ્થિરતા જેવા ચાર મુખ્ય કારણો છે. ઉદાહરણ તરીકે, જો પાકિસ્તાનના કોઈ પ્રદેશના ભાગને ખતરો હોય અથવા તેની સેનાને ભારે નુકસાન થાય, તો તે પરમાણુ હથિયારનો ઉપયોગ કરી શકે છે.

7 / 8
ભારત અને પાકિસ્તાને વર્ષ 1988 માં 'નોન ન્યુક્લિયર અગ્રેશન એગ્રીમેન્ટ' પર હસ્તાક્ષર કર્યા હતા, જેને વર્ષ 1991 માં મંજૂરી આપવામાં આવી હતી. આ અંતર્ગત બંને દેશો એકબીજાના પરમાણુ સ્થાપનો પર હુમલો કરશે નહીં અને દર વર્ષે 1 જાન્યુઆરીએ તેમના પરમાણુ સુવિધાઓની યાદી શેર કરશે.

8 / 8

જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. તેમજ યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે. વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">