જો તમારી પાસે પહેલાથી જ FASTag છે, તો શું આખા વર્ષનો Pass બનાવવા માટે નવો ખરીદવો પડશે?
આ નવી યોજનાથી વારંવાર FASTag રિચાર્જ કરવાની જરૂરિયાત દૂર થશે અને ટોલ પ્લાઝા પર લાંબી કતારો પણ ઓછી થશે. આ પહેલ લાખો ખાનગી વાહન ચાલકો માટે મુસાફરી ઝડપી, સરળ અને સારી બનાવશે.

ઘણા લોકોના મનમાં 15 ઓગસ્ટ, 2025 થી દેશભરમાં લાગુ થનારા FASTag આધારિત વાર્ષિક પાસ અંગે આ પ્રશ્ન છે કે શું તેમણે તેમના હાલના FASTag ઉપરાંત નવો પાસ ખરીદવો પડશે?

આ પ્રશ્નનો જવાબ ના છે. જો તમારી પાસે પહેલાથી જ FASTag છે અને તે વાહનના વિન્ડશિલ્ડ પર યોગ્ય રીતે ઇન્સ્ટોલ કરેલું છે, માન્ય વાહન રજિસ્ટર્ડ નંબર સાથે જોડાયેલ છે અને બ્લેકલિસ્ટેડ નથી, તો તમે તમારા હાલના FASTag પર વાર્ષિક પાસ ચાલુ કરી શકો છો.

Fastag સરકારે ટોલ ચુકવણીને વધુ સરળ અને આર્થિક બનાવવાના ઉદ્દેશ્યથી કાર, જીપ અને વાન જેવા બિન-વાણિજ્યિક ખાનગી વાહનો માટે આ સુવિધા શરૂ કરી છે.

વાર્ષિક પાસની માન્યતા 1 વર્ષ અથવા 200 ટ્રિપ્સ, જે પહેલા પૂર્ણ થાય તે સુધીની રહેશે.

આ પાસને ચાલુ કરવા અથવા રિન્યુ કરવા માટે, હાઇવે ટ્રાવેલ એપ, NHAI અને MoRTH વેબસાઇટ્સ પર ટૂંક સમયમાં એક ખાસ લિંક ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી વપરાશકર્તાઓ સરળતાથી ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરી શકે.

આ નવી યોજના વારંવાર FASTag રિચાર્જ કરવાની જરૂરિયાતને દૂર કરશે અને ટોલ પ્લાઝા પર લાંબી કતારો પણ ઘટાડશે. આ પહેલ લાખો ખાનગી વાહન ચાલકો માટે મુસાફરીને ઝડપી, સરળ અને સારી બનાવશે.
FASTag એ ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ છે, જે ભારતમાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા સંચાલિત છે. ફાસ્ટેગ એ રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિટી ટેગ છે. જે વાહનની વિન્ડસ્ક્રીન પર પેસ્ટ કરવામાં આવે છે. ત્યારે તેને લઈને નિયમો બદલાતા રહે છે તે અંગે જાણવા અહીં ક્લિક કરો
