Food: જો તમે સ્ટ્રીટ ફૂડના શોખીન છો તો દિલ્હી પ્રવાસ દરમિયાન ચાંદની ચોકમાં આ 5 વસ્તુઓ ચોક્કસ ટ્રાય કરો

દિલ્હી ફરવાની સાથે ટેસ્ટી ફૂડ્સ માટે પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. કહેવાય છે કે અહીં રહેવું અને ખાવું બંને ખૂબ સસ્તુ છે. જો તમે ટ્રાવેલિંગ દરમિયાન સ્ટ્રીટ ફૂડનો આનંદ માણવા માગતા હોવ તો દિલ્હી-6ના ચાંદની ચોક પર અવશ્ય જાવ. તમે અહીં આ 5 સ્ટ્રીટ ફૂડની મજા માણી શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2022 | 3:06 PM
નટરાજ દહી વડા:  જો તમને દહી વડા અને ચાટનો સ્વાદ ગમતો હોય, તો તમે અહીં હાજર નટરાજ દહી વડાનું ટેસ્ટી ફૂડ ટ્રાય કરી શકો છો. એવું કહેવાય છે કે આ દુકાન ચાંદની ચોકમાં 1940થી છે.

1 / 5
પરાઠા વાલી ગલી: જ્યારે ચાંદની ચોકમાં સ્ટ્રીટ ફૂડ ખાવાની વાત આવે છે, ત્યારે કોઈ પરાઠા વાલી ગલીને કેવી રીતે ભૂલી શકે. અહીં તમને માત્ર બટાકાના  જ નહીં પરંતુ અનેક પ્રકારના પરાઠા પણ ખાવા મળશે. અહીં ઘણા એવા સ્વાદિષ્ટ પરાઠા મળે છે, જેના નામ તમે સાંભળ્યા પણ નથી.

2 / 5
કુરેશી કબાબ: જૂની દિલ્હીનો વિસ્તાર નોન-વેજ પ્રેમીઓ માટે શ્રેષ્ઠ લોકેશન માનવામાં આવે છે. જો કે જૂની દિલ્હીમાં ઘણી પ્રખ્યાત નોન-વેજ શોપ છે, પરંતુ જો તમે ચાંદની ચોકમાં નોન-વેજ ખાવા માગતા હોવ તો કુરેશી કબાબ પસંદ કરવાનું શ્રેષ્ઠ રહેશે.

3 / 5
ખેમચંદ દૌલત કી ચાટ: ચાંદની ચોક મીઠાઈનો સ્વાદ લેવાનું પણ શ્રેષ્ઠ સ્થળ છે. અહીં તમને મીઠાઈમાં ઘણી વેરાયટી મળશે, પરંતુ ખેમચંદ દૌલત કી ચાટની મજા અલગ જ છે. જો તમે ફૂડમાં કંઈક નવું ટ્રાય કરવા ઈચ્છો છો તો આ જગ્યાની અવશ્ય મુલાકાત લો.

4 / 5
ગિયાનીની રબડી: રબડી ફાલુદા માટે પ્રખ્યાત ગિયાનીની રબડી પણ ચાંદની ચોકમાં એક પ્રખ્યાત દુકાન છે. ઓડ દિલ્હીની આ દુકાનમાં તમે રબડી, ફાલુદા સિવાય બદામ હલવો, સોજીનો હલવો, મગ દાળનો હલવો પણ ચાખી શકો છો.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">