BHARUCH : ભૃગુકચ્છ થી ભરૂચ, ભાંગ્યુ તોય થયુ ભવ્ય, ઈતિહાસનો વૈભવ તસવીરમાં કચકડે મઢાયો
ભરૂચ માટે કહેવત છે કે ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ પણ ભરૂચનો ભવ્ય ઇતિહાસ છે. ભારતમાં કાશી બાદ ભરૂચ સૌથી જુની પ્રાચિન નગરી છે. આજનું ભરૂચ અને તે સમયનું ભૃગુકચ્છ 8 હજાર વર્ષ જુની નગરી છે. આજે અમે તમને ભરૂચના ભવ્ય વરસની ઝાંખી કરાવી રહયા છીએ


ભરૂચ ગુજરાતનું સૌથી જૂનું શહેર છે. ભરૂચનો આજે 8002 મો જન્મદિવસ છે. પૌરાણિક સમયે વસવાટની દ્રષ્ટિએ ભારતનું બીજું સૌથી જૂનું શહેર પણ હતું જેનું નામ કાશી (વારાણસી) બાદ લેવાય છે.આજના ભરૂચ(Bharuch )નું નામ ભૃગુઋષિ(Bhrugurishi) ના નામ ઉપરથી પહેલા ભૃગુકચ્છ (Bharugukachchh ), બ્રોચ (Broach )અને આજનું ભરૂચ પડ્યું છે.

પાંચ માળના ઊંચા વિક્ટોરિયા ટાવર(VICTORIA TOWER)ને 1908 માં દસ હજાર રૂપિયાથી વધુ ખર્ચથી બાંધવામાં આવ્યો હતો. આ રકમ ભરૂચના નાગરિકોએ મહારાણી વિક્ટોરિયા(Queen Victoria)ની યાદમાં એકત્રિત કરી ભરુચની ઓળખનું એક પ્રતીક બનાવ્યું હતું. આ ટાવરની ચાર બાજુવાળી ઘડિયાળ મુકવામાં આવી હતી. આ ઈમારત માત્ર શોભા માટે કે સમય બતાવવા માટે ન હતી. તેમાં જીવન બચાવવાની સુવિધાઓ હતી. ભરૂચ પૂરની સંભાવના ધરાવતું હતું. ટાવરની ટોચ પર એક લાલ લાઇટ સાયરન હતું જે પૂરના સમયે જ્યારે પાણીનું સ્તર વધે છે ત્યારે ચેતવણી આપતું હતું.

નર્મદા નદી કિનારે પાઘડી પને વસેલા ભરૂચની દેશ અને દુનિયામાં વેપાર ક્ષેત્રે કિર્તી હતી . ભવ્ય જહાજો મારફતે અહીંથી આયાત - નિકાસ થતી હતી. ફ્રાન્સના ચિત્રકાળ જેકબ પીટરે ભરૂચનું ભ્રમણ કરી કીલ્લા , નદી અને ટાપૂઓની હાજરીને ચિત્રમાં રજુકરવાનો પ્રયાસ કર્યો હતો. ભરૂચમાં મોગલોના શાસન 1690 માં ભરૂચનુ ચિત્ર દોર્યું હતુ. આ ચિત્ર અનુસાર ભરૂચમાં 300 સૈકા પહેલા પણ 3 મંજલી 71 ઈમારતો હતી.

ભરૂચ ની રચનામાં વિશિષ્ટ ટેક્નોલીજી અને વિઝન તે સમયના નિર્માતાઓએ બતાવી હતી. હુમલાઓ અને નર્મદાના વિકરાળ પૂરથી નગરની સુરક્ષિત રાખવા મજબૂત કોટ , ખડકીઓ અને પોળની રચનાથી નગરનું નિર્માણ કરાયું હતું.

બાવા રેહાન દરગાહ મદિનાપાર્ક નજીક આવેલી છે. સૈકિયાઓ પૌરાણિક આ સ્થળ આસ્થાનું પ્રતીક છે. વર્ષો જૂની આ સ્થળની તસ્વીર મળી આવી છે.

ગોલ્ડન બ્રિજ(Golden Bridge) નિર્માણનું એક અજોડ ઉદાહરણ છે. તેનું બાંધકામ 1881માં બ્રિટિશરો દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું હતું, અંગ્રેજોએ બ્રિજ બનાવવાનું કામ 1877માં શરૂ કર્યું હતું. આ પુલ 16 મે, 1881ના રોજ 45.65 લાખ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવ્યો હતો આ પૂલને બનાવવા અને જાળવવા માટે થયેલા ભારે ખર્ચને કારણે તેને ગોલ્ડન બ્રિજ તરીકે ઓળખવામાં આવ્યો. આઝાદી પછી, તે રાષ્ટ્રીય ધોરીમાર્ગનો ભાગ હતો. સૈકા ઉપરાંતની બહરીજ અડીખમ ઉભો છે

ગોલ્ડન બ્રિજની બાજુમાં રેલવે માટે આકાર પામેલ સિલ્વર બ્રિજ(Railway Silver Bridge ) છે. આ બ્રિજના નિર્માણ સમયની તસ્વીર સામે આવી છે. માર્યાદિત સાધનો વચ્ચે પણ અડીખમ બ્રિજ ઉભો કરાયો હતો

ભરૂચમાં મોટી સંખ્યામાં કપાસની જિન આવેલી હતી. માલની હેરફેર માટે રેલવેની જરૂર ઉભી થઇ હતી જે બાદમાં મુસાફર ટ્રેન પણ શરુ થઇ હતી. ભરૂચ રેલવે સ્ટેશનની વર્ષોજૂની તસ્વીર ભવ્ય ઇતિહાસ વર્ણવે છે.

ભરૂચ કિલ્લાની ટેકરી પર જામા મસ્જિદ આવેલી છે. એવું માનવામાં આવે છે કે મસ્જિદ 14મી સદી દરમિયાન બનાવવામાં આવી હતી. આ મસ્જિદ ઇસ્લામિક કલા અને સ્થાપત્યનું ઉજ્જવળ ઉદાહરણ છે.

ભરૂચમાં આજના સમયે પણ શિક્ષણ માટે જાણીતી રૂંગટા વિદ્યાભવનની વર્ષો જૂની તસ્વીર






































































