Women’s health : શારીકિ સંબંધ બાંધ્યા પછી ખંજવાળ કેમ આવે છે? ડૉક્ટર પાસેથી તેના કારણો અને બચવાના ઉપાયો જાણો
શારીરિક સંબંધ બાંધ્યા બાદ કેટલાક લોકોને ખંજવાળ આવવાની સમસ્યા થાય છે, પરંતુ તેઓ તેને અવગણે છે. આ યોગ્ય નથી. તેમણે આનું કારણ જાણવું જોઈએ અને યોગ્ય સમયે નિષ્ણાતનો સંપર્ક કરવો જોઈએ.

શારીરિક સંબંધ બાંધતી વખતે લઈ દરેક વ્યક્તિએ સાવધાની રાખવી જોઈએ. નિષ્ણાતોના મતે, શારીરિક સંબંધ બાંધતી વખતે કોન્ડોમનો ઉપયોગ કરવો જરૂરી છે. તેમજ STI જેવી સમસ્યાઓથી બચવા માટે એક જ પાર્ટનર સાથે સેક્સ કરવું એ એક સારો વિકલ્પ છે.

કેટલીક વખત એવું પણ સામે આવી છે કે, શારીરિક સંબંધ બાંધતી વખતે લોકોને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. તો હવે સવાલ એ થાય છે કે,શું આ કોઈ બીમારીનો સંકેત છે? આ વિશે જાણવા માટે આપણે ડોક્ટર પાસેથી વિસ્તારથી વાત કરીએ.

મહિલાઓની વજાઈન ડ્રાઈનેસના કરાણે ખંજવાળની સમસ્યા આવી શકે છે. જ્યારે યોનિમાં લુબ્રિકેશનની ઉણપ થાય છે. ત્યારે શારીરિક સંબંધ બાંધવાથી માત્ર અસ્વસ્થતા જ નહીં, પણ ખંજવાળ અને ફોલ્લી પણ થઈ શકે છે.

કેટલીક વખત સ્વાસ્થ સમસ્યાઓના કારણે મહિલાઓના શરીરમાં હોર્મોનલ બદલાવ થવા લાગે છે. જેમ કે,બ્રેસ્ટ ફીડિંગ કે મોનોપોઝ દરમિયાન શરીરમાં એસ્ટ્રોજન હોર્મોનનું સ્તર પ્રભાવિત થઈ જાય છે. જેનાથી યોનિમાં ડ્રાયનેસ વધી શકે છે. જે શારીરિક સંબંધ બાંધતી વખતે ખંજવાળનું કારણ બની જાય છે.

કેટલીક મહિલાઓને વીર્યથી એલર્જી થાય છે. ત્યારે શારીરિક સંબંધ બાંધતી વખતે પુરુષના વીર્યના સંપર્કમાં આવવાના કારણે ખંજવાળ જેવી સમસ્યાઓ થાય છે.કેટલીક મહિલાઓને કોન્ડમથી એલર્જી હોય છે.તમને જણાવી દઈએ કે,લેટેક્સ કોન્ડમ એક પ્રકારનું રબર કોન્ડમ હોય છે. જેનો ઉપયોગ અનિચ્છનીય ગર્ભાવસ્થા, એસીટીડિ જેવી ગંભીર પરિસ્થિતિઓથી બચવા માટે થાય છે. જો કોઈ સ્ત્રીને લેટેક્સ કોન્ડોમથી એલર્જી હોય, તો તેને શારીરિક સંબંધ બાંધ્યા પછી પછી ખંજવાળની સમસ્યા થઈ શકે છે.

જો કોઈ મહિલાને યીસ્ટ ઈન્ફેક્શ, વજાઈનલ ઈન્ફેક્શન જેવી સમસ્યાઓ છે. તો આ દરમિયાન શારીરિક સંબંધ બાંધવો થોડું મુશ્કેલ બની શકે છે. સાથે આવી સ્થિતિમાં શારીરિક સંબંધ બાંધતી વખતે યોનિમાં ખંજવાળ આવી શકે છે.

મેડકિલ કંડીશનની જો આપણે વાત કરીએ તો. જો મહિલાને કોઈ પણ પ્રકારની મેડિકલ કંડીશન છે. જેમ કે, ડાયાબિટીસ ત્યારે શારીરિક સંબંધ બાંધ્યા બાદ ખંજવાળ જેવી સમસ્યાઓ આવી શકે છે.

મહિલાઓની જેમ પુરુષોને પણ શારીરિક સંબંધ બાંધ્યા બાદ ખંજવાળની સમસ્યા થઈ શકે છે. આની પાછળ અનેક કારણો જવાબદાર છે. જેમ કે,લેક્સેટિવ એનર્જી, એસટીઆઈ, યીસ્ટ ઈન્ફેક્શન વગેરે,જો કોઈ પુરુષના પ્યુબિક વાળમાં જૂ હોય, તો પણ તેને શારીરિક સંબંધ બાંધતી વખતે ખંજવાળ આવી શકે છે.

જો તમને પણ શારીરિક સંબંધ બાંધ્યા બાદ ખંજવાળ આવે છે, તો આને હળવાશથી ન લો. તરત ડોક્ટરનો સંપર્ક કરો. સેક્સુઅલ એક્ટિવિટી બાદ હાઈજીનનું ધ્યાન જરુર રાખો. જેનાથી ખંજવાળ ઓછી આવે છે. મહિલા અને પુરુષ બંન્ને હાઈજીનનું સંપુર્ણ ધ્યાન રાખવું જોઈએ.

મહિલાઓ માટે ખાસ વાત એ છે કે, કોઈ પણ કેમિકલ યુક્ત પ્રોડક્ટની મદદથી યોનિ સાફ ન કરો,આનાથી વજાઈનલ પીએચનું સ્તર પ્રભાવિત થાય છે. જે સેક્સુઅલ એક્ટિવિટી માટે યોગ્ય નથી.

જો આપણે એક્સપર્ટની વાત માનીએ તો શારીરિક સંબંધ બાંધતી વખતે કોન્ડમનો ઉપયોગ જરુર કરો.તેનાથી માત્ર ખંજવાળની સમસ્યા ઓછી થતી નથી પરંતુ અનેક બીમારીઓનો ખતરો પણ ઓછો થઈ શકે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
