Breaking News: સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 40 રુપિયાનો ધરખમ વધારો, એક મહિનામાં 200 રુપિયા વધ્યા
મળતી માહિતી મુજબ "માવઠાના કારણે મગફળીના પાકને નુકસાન થયું છે જેના લીધે મગફળીના તેલના ભાવમાં વધારો નોંધાયો છે. સરકાર દ્વારા પણ 17 લાખ ટન મગફળીની ખરીદી કરી હતી, જે બાદ "પિલાણ લાયક મગફળીનો જથ્થો ઓછો હોવાના કારણે તેલના ભાવમાં વધારો થયો છે
સિંગતેલમાં એક જ દિવસમાં 40 રૂપિયાનો ધરખમ વધારો નોંધાયો છે. આ સાથે એક મહિનામાં સિંગતેલના ડબ્બામાં રૂપિયા 200નો વધારો થયો છે. ત્યારે આ ભાવ વધારાને લઈને સૌરાષ્ટ્ર ઓઇલ મીલ એસો.ના પ્રમુખનું નિવેદન આપ્યું છે.
મળતી માહિતી મુજબ “માવઠાના કારણે મગફળીના પાકને નુકસાન થયું છે જેના લીધે મગફળીના તેલના ભાવમાં વધારો નોંધાયો છે. સરકાર દ્વારા પણ 17 લાખ ટન મગફળીની ખરીદી કરી હતી, જે બાદ “પિલાણ લાયક મગફળીનો જથ્થો ઓછો હોવાના કારણે તેલના ભાવમાં વધારો થયો છે.
મગફળીનું વિક્રમ ઉત્પાદન છતાં સિંગતેલના ભાવમાં વધારો
એક મહિના પહેલા સિંગતેલના ડબ્બાના ભાવ 2590 હતા જ્યારે હાલમાં સીંગતેલના ડબ્બાનો ભાવ 2785 થયા છે. તેલના ભાવમાં સતત વધારાને લઈને સૌરાષ્ટ્ર ઓઇલ મીલ એસોસિયેશનના પ્રમુખનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમના જણાવ્યા મુજબ ગત વર્ષે માવઠાના કારણે મોટાભાગની મગફળી પલળી ગઈ હતી અને હવે સારી મગફળી નો જથ્થો ઓછો હોવાના કારણે મગફળીના ભાવ વધતા સીંગતેલના ભાવ વધ્યા છે.
પિલાણ લાયક મગફળીનો જથ્થો ઓછો
આ વચ્ચે સરકાર દ્વારા ટેકાના ભાવે 17 લાખ ટન કરતા વધુ મગફળીની ખરીદી થઈ હતી અને એક મહિનામાં મગફળીના ભાવમાં પણ 150 રૂપિયાથી લઈને 200 નો વધારો થયો હતો. હવે સારી મગફળીના ભાવ 1250 હતા હાલમાં 1450 થયા અને પિલાણ યુક્ત મગફળી નો જથ્થો ઓછો હોવાના કારણે સતત મગફળી અને સીંગતેલના ભાવ વધી રહ્યા છે.
