Women’s health : શું બ્રેસ્ટમાં દુખાવો ‘બ્રેસ્ટ કેન્સર’નો સંકેત છે? ડૉક્ટર પાસેથી જાણો
શું તમને પણ ક્યારેક ક્યારેક બ્રેસ્ટમાં દુખાવો થાય છે તમને ડર છે કે, આ બ્રેસ્ટ કેન્સરના તો લક્ષણ નથી ને? તો ચાલો આજે આપણે જાણીએ કે, શું બ્રેસ્ટમાં થતો દુખાવાનો મતલબ બ્રેસ્ટ કેન્સર હોય છે. કે,આનું કોઈ અન્ય કારણ પણ છે.

બ્રેસ્ટ કેન્સરના કેસ આજકાલ મહિલાઓમાં ખુબ વધી રહ્યા છે. જેના શરુઆતના લક્ષણોને જો ઓળખવામાં ન આવે તો સારવાર મુશ્કેલ થઈ શકે છે. ક્યારેક તો આની સારવાર શક્ય પણ હોતી નથી. કેટલીક વખત બ્રેસ્ટ કેન્સરના લક્ષણો શરુઆતમાં ખબર પડતા નથી.

કેટલીક વખત મહિલાઓમાં બ્રેસ્ટમાં થનારા નોર્મેલ દુખાવો કે ગાંઠને બ્રેસ્ટ કેન્સર સાથે જોડી પરેશાન થઈ જાય છે. બ્રેસ્ટ પેન,બ્રેસ્ટ કેન્સરના એક લક્ષણ હોય શકે છે. પરંતુ બ્રેસ્ટ પેનના કારણે બ્રેસ્ટ કેન્સર ક્યારે થાય છે અને ક્યારે નોર્મલ હોય છે.આ વિશે આજે આપણે એક્સપર્ટ પાસેથી વધારે માહિતી જાણીએ.

સૌથી પહેલા તો જાણો કે, બ્રેસ્ટ પેન 2 પ્રકારના હોય છે. સાઈક્લિક અને નોન સાઈક્લિક. જો તમને પીરિયડ આવ્યાના થોડા સમય પહેલા પીએમએસ દરમિયાન બ્રેસ્ટમાં દુખાવો થાય છે કે, પછી પીરિયડ દરમિયાન બ્રેસ્ટમાં દુખાવો થાય તો આ સંપૂર્ણ રીતે નોર્મલ છે.

આ બ્રેસ્ટ કેન્સરનું લક્ષણ નથી. તમારે આને લઈ કોઈ હેરાન થવાની જરુર નથી. પીરિયડ્સ દરમિયાન શરીરમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોનના લેવલમાં ઉતાર-ચઢાવ થાય છે. આ કારણે કેટલીક વખત બ્રેસ્ટ સેલ્સમાં સોજો આવવો કે પછી આ કારણે બ્રેસ્ટમાં દુખાવો થાય છે.

કેટલીક વખત મહિલાઓમાં બ્રેસ્ટમાં થનારા નોર્મેલ દુખાવો કે ગાંઠને બ્રેસ્ટ કેન્સર સાથે જોડી પરેશાન થઈ જાય છે. બ્રેસ્ટ પેન,બ્રેસ્ટ કેન્સરના એક લક્ષણ હોય શકે છે. પરંતુ બ્રેસ્ટ પેનના કારણે બ્રેસ્ટ કેન્સર ક્યારે થાય છે અને ક્યારે નોર્મલ હોય છે.આ વિશે આજે આપણે એક્સપર્ટ પાસેથી વધારે માહિતી જાણીએ.

બ્રેસ્ટમાં થતાં દુખાવાને માસ્ટાલઝિયા પણ કહેવામાં આવે છે. આનાથી ડરવું કે આ બ્રેસ્ટ કેન્સરના લક્ષણ છે તેવું સમજવું જોઈએ નહી. જો તમને બ્રેસ્ટમાં દુખાવો થઈ રહ્યો છે તો. ડોક્ટરનો જરુર સંપર્ક કરો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
