Women’s health : દરેક બીજી મહિલા પેરીમેનોપોઝથી પીડાઈ રહી છે, પરંતુ લક્ષણો ઓળખી શકતી નથી
પેરીમોનોપોઝ મહિલાઓના જીવનમાં મેનોપોઝ પહેલાનો તબક્કો છે.મહિલાઓને આ સંકેતો પેરિમોનોપોઝ થવા પર શરીરમાં જોવા મળે છે. તો ચાલો તેની સારવાર અને લક્ષણો વિશે જાણીએ

પેરીમેનોપોઝ દરમિયાન, શરીરમાં ઘણા પ્રકારના ફેરફારો થવા લાગે છે. કેટલીક મહિલાઓ તેને અવગણવા લાગે છે, તો કેટલીક માટે તે ચિંતાનું કારણ બની જાય છે. ચાલો જાણીએ કે પેરિમેનોપોઝ શું છે.

મેનોપોઝ મહિલાઓમાં થતી એક પ્રાકૃતિક સમસ્યા છે. સામાન્ય રીતે મેનોપોઝ 12 મહિના સુધી પીરિયડ્સ ન આવે ત્યારે મેનોપોઝ થાય છે. પેરીમેનોપોઝ એ મેનોપોઝનો એક તબક્કો છે, જેમાં સ્ત્રીઓના શરીરમાં ઘણા પ્રકારના ફેરફારો જોવા મળે છે.

પેરીમેનોપોઝએ એવી સ્થિતિ છે જ્યારે શરીરમાં મેનોપોઝ શરૂ થાય છે. આ સમય દરમિયાન, અંડાશય હોર્મોન્સનું ઉત્પાદન ઘટાડે છે. આ કારણે પીરિયડ્સ અનિયમિત થઈ જાય છે. તમને જણાવી દઈએ કે પેરીમેનોપોઝ 40 વર્ષની ઉંમર પછી થઈ શકે છે.

પેરીમેનોપોઝ દરમિયાન, શરીરમાં એસ્ટ્રોજન હોર્મોનનું સ્તર ઘટવા લાગે છે, મૂડ સ્વિંગ અને ઊંઘમાં મુશ્કેલીનું કારણ બની શકે છે. શું તમે જાણો છો કે, પેરીમેનોપોઝ થાય ત્યારે શરીરમાં ઘણા પ્રકારના ફેરફારો થઈ શકે છે? ચાલો આ વિશે ગાયનેકોલોજિસ્ટ પાસેથી વધુ વિગતો જાણીએ.

પેરીમેનોપોઝ દરમિયાન કેટલીક વખત ગરમી થાય તો કેટલીક વખત ઠંડી પણ લાગે છે. રાત્રે સુતી વખતે પરસેવો આવવો. આ દરમિયાન વજન વધવો અને પેટની ચરબીની સાથે Premenstrual Syndrome જેવી સમસ્યાઓ થઈ શકે છે. થાઈરોડ હોર્મોનમાં બદલાવ હોવાની સાથે-સાથે માંસપેશિઓમાં ખેંચાણ અને દર્દ થઈ શકે છે. આ દરમિયાન માથામાં દુખાવો થવો આ સિવાય બ્રેન ફોગ અને ભૂલવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.

કેટલાક એવા લક્ષણો છે. જેને ક્યારે પણ નજર અંદાજ કરવો જોઈએ નહી. પેરિમેનોપોઝ થવા પર તમને થાક, સુસ્તી અને ઊંઘમાં ફેરફાર જોવા મળે છે. કેટલાક મામલામાં વાળ પાતળા થવાની સાથે ત્વચામાં ડ્રાઈનેસ અને કાનમાં ખંજવાળ આવવા લાગે છે. કેટલીક વખત ટેસ્ટેસ્ટેરોન લો થવાની સાથે ફોબિયા જેવા લક્ષણો જોવા મળે છે. આવામાં ગુસ્સો આવવાની સાથે ચિડીયાપણું જેવી સમસ્યા થઈ શકે છે.

પેરિમેનોપરોઝ થવા પર કેટલીક વખત પેટ ફુલવું અને કબજીયાત જેવી સમસ્યાઓ થઈ શકે છે. ત્યારે કોઈ પણ કારણ વગર રડવું આવે છે. તેમજ ચક્કર આવાની સાથે આંખ સાથે જોડાયેલી સમસ્યાઓ પણ જોવા મળી શકે છે.કેટલાક કિસ્સાઓમાં શરીરના ભાગોમાં ધ્રુજારી પણ આવી શકે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
