Gold Silver Rate : સોનું ધડામ કરતાં નીચે પડ્યું અને ચાંદીની તો વાત ના પૂછો, જાણો આજનો ભાવ શું છે
છેલ્લા કેટલાક દિવસોથી સોનામાં નોંધપાત્ર વધારો જોવા મળતા રોકાણકારોમાં ઉત્સાહ છવાયો હતો. જો કે, હાલની તારીખમાં સોનાનો ભાવ ઘટતા રોકાણકારોની અપેક્ષાઓ પર પાણી ફરી ગયું છે.

સોમવારે દિલ્હી બુલિયન બજારમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારમાં નબળી માંગ અને અમેરિકન ડોલરની મજબૂતાઈને કારણે સોનું હવે પ્રતિ 10 ગ્રામ પર 98,570 રૂપિયાએ પહોંચી ગયું છે. બીજીબાજુ ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી અને તે તેના સ્તર પર સ્થિર છે.

સપ્તાહની શરૂઆતમાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે. સોમવારે દિલ્હી બુલિયન માર્કેટમાં 99.9 ટકા શુદ્ધતા ધરાવતું સોનું પ્રતિ 10 ગ્રામે 550 રૂપિયા ઘટીને 98,570 રૂપિયા થઈ ગયું. શનિવારે આ જ સોનું પ્રતિ 10 ગ્રામે 99,120 રૂપિયા પર બંધ થયું હતું.

જોવા જઈએ તો, છેલ્લા બે દિવસમાં સોનાનો ભાવ લગભગ 550 રૂપિયા ઘટી ગયો છે. 99.5 ટકા શુદ્ધતા ધરાવતા સોનાનો ભાવ પણ 500 રૂપિયા ઘટીને 98,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો. આ ઉપરાંત, ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે કોઈ ફેરફાર જોવા મળ્યો નથી અને તે 1,04,800 રૂપિયા પ્રતિ કિલો પર સ્થિર છે.

નિષ્ણાતોના મતે, વૈશ્વિક બજારમાં નબળા વલણ, યુએસ ડોલરમાં મજબૂતાઈ અને રોકાણકારો દ્વારા ઊંચા સ્તરે નફા બુકિંગને કારણે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

HDFC સિક્યોરિટીઝના સિનિયર એનાલિસ્ટ સૌમિલ ગાંધીનું કહેવું છે કે, અમેરિકાના મજબૂત જોબ માર્કેટ ડેટાથી વ્યાજ દરમાં કપાતની અપેક્ષા ઘટી ગઈ છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના પર દબાણ આવ્યું છે. આ ઉપરાંત, સ્થાનિક બજારમાં પણ ભૌતિક માંગ નબળી પડી છે.

આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો, સ્પોટ ગોલ્ડ 38.95 ડોલર અથવા 1.17 ટકા ઘટીને 3,297.69 ડોલર પ્રતિ ઔંસ થયું. પીએલ કેપિટલના સીઈઓ સંદીપ રાયચુરાએ જણાવ્યું કે, અમેરિકા અને અન્ય દેશો વચ્ચેના વેપાર તણાવમાં ઘટાડો અને સીઝફાયર જેવી જાહેરાતોને કારણે સોનામાં સલામત રોકાણની માંગમાં ઘટાડો થયો છે.

તેમણે એમ પણ ઉમેર્યું કે, કેન્દ્રીય બેંકો હજુ પણ દર વર્ષે 1,000 ટનથી વધુ સોનું ખરીદી રહી છે, તેથી કિંમતો લાંબા સમય સુધી સ્થિર રહી શકે છે.

LKP સિક્યોરિટીઝના જતીન ત્રિવેદીએ જણાવ્યું કે, યુએસ ફેડની FOMC (ફેડરલ ઓપન માર્કેટ કમિટી) ની બેઠકની મિનિટ્સ આ અઠવાડિયે બુધવારે જાહેર કરવામાં આવશે, જેનાથી સંકેત મળી શકે છે કે ફેડરલ રિઝર્વ પોતાની નાણાકીય નીતિને કઈ દિશામાં આગળ વધારશે. જણાવી દઈએ કે, આની સીધી અસર સોનાના અને ચાંદીના ભાવ પર પડશે.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો
