Gold Rate : આજે સોનાના ભાવમાં આવ્યો મોટો ઘટાડો, જાણો હવે 10 ગ્રામ સોનાનો ભાવ શું છે
શુક્રવારે બુલિયન બજારમાં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. આ ઘટાડો થતાં હવે રોકાણકારો ક્રિપ્ટો અને શેરમાર્કેટ તરફ વળ્યા છે. જાણો કેમ સોનાના ભાવમાં ઘટાડો થયો અને રોકાણકારો કેમ ક્રિપ્ટો અને શેરમાર્કેટમાં રોકાણ કરવા જઈ રહ્યા છે.

શુક્રવારે બુલિયન બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો. મિડલ ઈસ્ટમાં તણાવ ઓછું થવાના કારણે અને યુએસ-ચીન વેપારમાં સકારાત્મક સંકેતોને કારણે, આ સલામત રોકાણની માંગમાં ઘટાડો થયો છે. નોંધનીય છે કે, રોકાણકારોએ પ્રોફિટ બુકિંગને પસંદ કર્યું છે, જેના કારણે કિંમતી ધાતુઓ પર દબાણ જોવા મળ્યું છે.

શુક્રવારે દિલ્હી બુલિયન બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો. સોનું 930 રૂપિયા ઘટીને 97,670 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું. આ ઘટાડા પાછળનું કારણ મિડલ ઈસ્ટના તણાવમાં ઘટાડો અને યુએસ-ચીન વેપાર કરાર અંગેના સકારાત્મક સંકેતોની અસર હોવાનું માનવામાં આવે છે.

ઓલ ઈન્ડિયા બુલિયન એસોસિએશન અનુસાર, ગુરુવાર 26 જૂને, 99.9 ટકા શુદ્ધતા ધરાવતું સોનું 10 ગ્રામ દીઠ 98,600 રૂપિયા પર બંધ થયું. બીજું કે, 99.5 ટકા શુદ્ધતા ધરાવતું સોનું પણ શુક્રવારે 850 રૂપિયા ઘટીને 97,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું.

અબાન્સ ફાઇનાન્શિયલ સર્વિસીસના સીઈઓ ચિંતન મહેતાના મતે, "પ્રોફિટ બુકિંગ બજારમાં વધુ પ્રભુત્વ ધરાવે છે. સોનામાં સલામત રોકાણની માંગ ઘટી રહી છે કારણ કે ભવિષ્યમાં કોઈ ખાસ જિયો-પોલિટિકલ તણાવ નથી."

માત્ર સોનું જ નહીં, ચાંદીના ભાવમાં પણ 100 રૂપિયાનો ઘટાડો થયો છે. હવે ચાંદી 1,03,000 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે, જ્યારે ગુરુવારે ચાંદી 1,03,100 રૂપિયા હતી.

વૈશ્વિક સ્તરે પણ સોનાના ભાવમાં નબળાઈ જોવા મળી હતી. સ્પોટ ગોલ્ડ 43.45 ડોલર અથવા 1.31 ટકા ઘટીને 3,284.40 ડોલર પ્રતિ ઔંસ થયું છે.

આનંદ રાઠી શેર્સના AVP મનીષ શર્માએ જણાવ્યું હતું કે, "હવે રોકાણકારો યુએસ PCE પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા પર નજર રાખી રહ્યા છે, જે ફેડરલ રિઝર્વના વ્યાજ દરો વિશે સંકેતો આપી શકે છે."

LKP સિક્યોરિટીઝના કોમોડિટી નિષ્ણાત જતિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ફેડના ચેરમેન જેરોમ પોવેલની ટિપ્પણી, જેમાં તેમણે વ્યાજ દરમાં ઘટાડો મુલતવી રાખવાનો સંકેત આપ્યો હતો, તેનાથી સોના પર વધુ દબાણ આવ્યું છે. આ ઉપરાંત ડોલર ઇન્ડેક્સ નબળા પડતાં રોકાણકારો હવે શેરબજાર અને ક્રિપ્ટો જેવા જોખમી રોકાણો તરફ આગળ વધી રહ્યા છે.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો

































































