સોસાયટીમાં સિંહ આવી ચડ્યો, સ્થાનિકો ડરના માર્યા ધાબા પર ચડી ગયા- જુઓ તસ્વીરો

ગીરસોમનાથ: વેરાવળ બાયપાસ નજીક સોસાયટીમાં સિંહ આવી જતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. બાયપાસ નજીક ક્રિષ્ના સોસાયટીમાં વહેલી સવારથી સિંહે ધામા નાખ્યા છે અને એક પશુનુ મારણ પણ કર્યુ છે. ત્યારે સોસાયટીમાં જ સિંહના ધામાથી સ્થાનિકોમાં ડરનું મોજુ ફેલાયુ છે અને લોકોએ બહાર નીકળવાનું બંધ કર્યુ છે.

Yogesh Joshi
| Edited By: | Updated on: Dec 21, 2023 | 6:59 PM
વેરાવળ બાયપાસ નજીક ક્રિષ્ના સોસાયટીમાં વહેલી સવારથી એક સિંહ રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યો અને અહીં એક પશુનું મારણ કર્યુ.

1 / 6
શિકાર બાદ સિંહ જવાને બદલે લાંબા સમય સુધી બાવળોની વચ્ચે બેઠો બેઠો આરામ ફરમાવતો જોવા મળ્યો. જેને લઈને સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે.

2 / 6
આસપાસના લોકોએ વન વિભાગને જાણ કરતા ટીમ આવી પહોંચી હતી.  આસપાસના રહીશો, શાળામાં જતા બાળકો, મહિલાઓ પર જો સિંહ હુમલો કરે તો એ દહેશતને ઘ્યાને રાખી ફાયર બ્રિગેડે આડસો મુકી છે અને લોકોને ત્યાંથી પસાર થવાની મનાઈ ફરમાવી છે.

3 / 6
સોસાયટી નજીક સિંહના ધામાથી લોકોમાં ડર ફેલાઈ ગયો છે. તો વનવિભાગની ટીમે પણ બાયપાસ નજીક પેટ્રોલિંગ શરૂ કર્યુ છે.

4 / 6
 શિકાર કર્યા બાદ સિંહે સોસાયટીમાં જ ધામા નાખતા આસપાસના રહીશોને પોતાના જ ઘરમાં રહેવા અને બહાર ન નીકળવા સમજાવી રહ્યા છે. ત્યારે આસપાસના રહીશો પણ આ ઘટનામાં તંત્રને પુરો સહયોગ આપી રહ્યા છે

5 / 6
 લોકો બહુમાળી બિલ્ડિંગ પર ચઢી અને સિંહનો નજારો માણવાનો પ્રયાસ કરતા પણ જોવા મળ્યા

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">