સ્કીનના ગ્લોથી લઈને વાળના ગ્રોથ સુધી… આ 5 કામોમાં એરંડા તેલનો થાય છે ઉપયોગ
તમે ખેતરમાં ઘણી વાર એરંડાનું ઝાડ જોયું હશે અને તેના બીજ પણ જોયા હશે. ગમે ત્યાં સરળતાથી ઉગી નીકળતા આ ઝાડના પાંદડા અને બીજ ખૂબ જ ફાયદાકારક છે. બજારમાં એરંડાનું તેલ ખૂબ જ ઊંચી કિંમતે વેચાઈ છે. ચાલો જાણીએ તેનો ઉપયોગ કરવાની 5 રીતો અને તેના ફાયદા.

ncbi મુજબ FDA એ એરંડા તેલને રેચક તરીકે માન્યતા આપી છે. જેનો અર્થ એ છે કે તે કબજિયાત અને વાળ માટે ફાયદાકારક છે. તે લિપિડ મેટાબોલિઝમ અને એન્ટિમાઇક્રોબાયલ ગુણધર્મો માટે પણ જાણીતું છે. આ આર્ટિકલમાં આપણે જાણીશું કે એરંડા તેલનો ઉપયોગ કઈ 5 રીતે કરી શકાય છે.

વાળનો વિકાસ વધારવામાં મદદરૂપ: એરંડાનું તેલ વાળ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે સ્કેલ્પમાં રક્ત પરિભ્રમણ સુધારવામાં મદદ કરે છે, જે વાળના મૂળને પોષણ આપે છે અને વાળને મજબૂત બનાવે છે. તે વાળના વિકાસમાં પણ સુધારો કરે છે. જો કે તે ખૂબ જ ભારે તેલ છે, તેથી તેને નાળિયેર તેલ સાથે ભેળવીને લગાવવું જોઈએ અને તેનું પ્રમાણ યોગ્ય રાખવું જોઈએ.

ત્વચાનું મોઇશ્ચરાઇઝર: તે એક ઉત્તમ કુદરતી મોઇશ્ચરાઇઝર છે. તેને સૂકી અને તિરાડવાળી ત્વચા પર લગાવવાથી તે નરમ અને હાઇડ્રેટેડ રહે છે. તે ખાસ કરીને એડી અને કોણી પર અસરકારક છે.

ઘા અને સોજો ઘટાડે છે: એરંડા તેલમાં રહેલું તત્વ રિસિનોલિક એસિડ બળતરા ઘટાડવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત તમે નાના ઘાને મટાડવા માટે પણ આ તેલનો ઉપયોગ કરી શકો છો. આ તેલ લગાવવાથી સ્નાયુઓના દુખાવામાં પણ રાહત મળે છે.

ત્વચા માટે ફાયદા: એરંડાનું તેલ એક ઉત્તમ ત્વચા મોઇશ્ચરાઇઝર છે. તમે તેને ત્વચાને અનુકૂળ હોય તેવા હળવા તેલ સાથે ભેળવીને લગાવી શકો છો. તે ત્વચાને પોષણ આપે છે અને તેને નરમ રાખે છે. જો કે તેને લગાવતા પહેલા પેચ ટેસ્ટ કરો.

આઈબ્રો જાડી કરવા માટે: એરંડાનું તેલ વાળના વિકાસમાં સુધારો કરે છે. જો તમે એવા લોકોમાંથી એક છો જેમની પાંપણ અને આઈબ્રો ખૂબ જ પાતળા હોય છે, તો તમે એરંડાનું તેલ લગાવી શકો છો. આનાથી તમને ખૂબ સારા પરિણામો મળી શકે છે. જોકે, તેનો ઉપયોગ ખૂબ જ મર્યાદિત માત્રામાં કરો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. કોઈ પણ વસ્તુઓ અનુસરતા પહેલા તમારે તમારા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.)
Tv9 ગુજરાતી પર બ્યૂટી ટિપ્સ, રેસિપી, રિલેશનશિપ ટિપ્સ તેમજ ઘરેલુ ઉપચાર અને લાઈફસ્ટાઈલ બાબતે અવનવી સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ લાઈફસ્ટાઈલની સ્ટોરી વાંચવા માટે તમે આ પેજને ફોલો કરી શકો છો.
