ઝોમેટો અને સ્વિગીને ભૂલી જાઓ ! બાઇક ટેક્સી અને ઓટો-રિક્ષાની સર્વિસ આપનારી કંપનીએ ‘ફૂડ ડિલિવરી’ના માર્કેટમાં મારી ‘ધાકડ એન્ટ્રી’
બાઇક ટેક્સી અને ઓટો-રિક્ષાની સર્વિસ આપનારી કંપની હવે ફૂડ ડિલિવરીમાં પણ એન્ટ્રી કરી રહી છે. આનાથી ગ્રાહકોને ઓટો-રિક્ષાની સર્વિસ અને ડિલિવરી એમ બંને નવી સુવિધાઓ ઉપલબ્ધ થશે.

રેપિડો હવે લોકોને બાઇક ટેક્સી અને ઓટો-રિક્ષાની સર્વિસ કરાવવાની સાથે ફૂડ બુક કરવાનો પણ વિકલ્પ આપશે. આ માટે રેપિડોએ ઓન્લી (Ownly) નામની એક નવી એપ લોન્ચ કરી છે. લોકો હવે ઓન્લી એપ થકી ઘરે બેઠા ફૂડ ઓર્ડર કરી શકે છે. હા, હવે જો લોકો રેપિડો જેવી ઓન્લી એપ દ્વારા ફૂડ ઓર્ડર કરે છે, તો ઝોમેટો અને સ્વિગીને બિઝનેસમાં અમુક અંશે નુકસાન થઈ શકે છે.

રેપિડોની ફૂડ ડિલિવરી એપ ઓન્લી દ્વારા લોકો ખૂબ જ સસ્તા ભાવે ફૂડ ઓર્ડર કરી શકે છે. આ એપ દ્વારા લોકો 150 રૂપિયા કે તેથી ઓછા ભાવે રોટલી, ભાત જેવા મુખ્ય મીલ્સનો ઓર્ડર આપી શકે છે. ઓન્લી એપની ખાસ વાત એ છે કે, આ એપ રેસ્ટોરન્ટ પાસેથી કોઈ કમિશન લેશે નહીં પરંતુ રેસ્ટોરન્ટમાંથી દરેક ઓર્ડર પર ફી વસૂલશે.

રેપિડોની નવી ઓન્લી એપ રેસ્ટોરન્ટથી 4 કિમીના અંતરમાં એક નિશ્ચિત ડિલિવરી ફી વસૂલશે. સરળ રીતે જોઈએ તો, 100 રૂપિયાથી 400 રૂપિયા સુધીના ઓર્ડર માટે આ ફી 25 રૂપિયા હશે અને 100 રૂપિયાથી ઓછા ઓર્ડર માટે આ ફી 20 રૂપિયા હશે.

આ ઉપરાંત 400 રૂપિયાથી વધુના ઓર્ડર માટે આ ફી 50 રૂપિયા હશે. ડિલિવરી ફી સિવાયના અન્ય ચાર્જની વાત કરીએ તો, ઓન્લી એપ ડિલિવરી ફી ઉપરાંત GST વસૂલશે.

તમને જણાવી દઈએ કે, હાલમાં રેપિડોએ બેંગ્લોરના બાયરાસંદ્રા, તાવરેકેરે અને મંડીવાલા લેઆઉટ, હોસુર સરજાપુરા રોડ લેઆઉટ અને કોરમંગલા વિસ્તારોમાં જ તેની એપ લોન્ચ કરી છે.
બિઝનેસ, એ છે સેવાઓ કે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિનિમય કરીને નાણાં કમાવવાની કામગીરી છે. બિઝનેસના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..
