તાજેતરના આ પાંચેય IPOને રોકાણકારોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો, ટાટા ટેક પ્રથમ દિવસે 6.5 ગણો ભરાયો
ચાલુ સપ્તાહે ખૂલેલા પાંચ IPOને સારો પ્રતિસાદ મળ્યો છે. પાંચ કંપનીઓ રૂપિયા 7,000 કરોડથી વધુ એકત્ર કરશે. 20 વર્ષ પછી તેનો IPO લોન્ચ કરનાર ટાટા ગ્રુપ મોટી યોજના ધરાવે છે. બુધવારે ખુલેલા ફેડબેંક, ગંધાર ઓઈલ અને ફ્લેરમાં પણ સારી ખરીદી થઈ હતી.

આ યોજનાઓમાં લાંબા ગાળે ખૂબ ઊંચું વળતર આપવાની ક્ષમતા પણ છે. સ્મોલ કેપ કેટેગરીના ફંડે 10 વર્ષમાં સરેરાશ 19% વળતર આપ્યુ છે. જો કે આટલું મોટું વળતર મેળવવા માટે તમારે ઘણું જોખમ અને અસ્થિરતા લેવા માટે તૈયાર રહેવું જોઈએ.

Ratan Tata largest company TCS has announced a share buyback


ગાંધાર ઓઇલ : આ IPOમાં પણ ઘણી ખરીદી ચાલી રહી છે. પ્રથમ દિવસે 5.66 વખત ભરાયો. રિટેલ રોકાણકારોએ 7.13 ગણા નાણાંનું રોકાણ કર્યું છે. NIIના શેરને 7.96 ગણી બિડ મળી હતી.

ફેડબેંક : ફેડરલ બેંકની NBFC કંપનીના શેર પ્રથમ દિવસે માત્ર 0.39 વખત ખરીદવામાં આવ્યા હતા. આમાં રિટેલ રોકાણકારોનો હિસ્સો 0.69 ગણો છે. NII નો શેર 0.21 ગણો ભરાયો છે. કોઈ સેગમેન્ટ સંપૂર્ણપણે ભરાયેલું નથી.

આઇપીઓમાં તમામ યોજનાઓમાં રોકાણ સામે તરત રિટર્ન મળે તેવું કાયમ હોતું નથી કેટલાક રોકાણ લાંબા ગાળે લાભ આપે છે જયારે કેટલીક યોજનાઓ લાભદાયક નીવડતી નથી. માટે રોકાણ પહેલા આર્થિક સલાહકારની મદદ લેવી જોઈએ