AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુગલનું ‘Flight Deals’ AI ટૂલ, મિનિટોમાં શોધી આપશે સસ્તી એર ટિકિટ !

ગુગલ ફ્લાઇટ્સ ટૂંક સમયમાં એક નવું AI સંચાલિત સર્ચ ટૂલ લઈને આવી રહ્યું છે જે મુસાફરી દરમિયાન પૈસા બચાવવામાં મદદ કરશે. આ ટૂલ સામાન્ય ભાષામાં પ્રશ્નોના જવાબ આપીને શ્રેષ્ઠ ફ્લાઇટ ડીલ્સ શોધી કાઢશે અને તમને બતાવશે. આ નવું ટૂલ કેવી રીતે કામ કરશે અને ક્યારે ઉપલબ્ધ થશે? ચાલો જાણીએ.

| Updated on: Aug 16, 2025 | 3:07 PM
Share
ગુગલ એક અદ્ભુત એઆઈ ટૂલ લઈને આવ્યું છે જે તમને હજારો રૂપિયા બચાવવામાં મદદ કરી શકે છે, જો તમે પણ વેકેશન પર જવાનું વિચારી રહ્યા છો, તો આ ટૂલ તમારા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે.

1 / 5
ગુગલએ એક બ્લોગ પોસ્ટ શેર કરી છે અને માહિતી આપી છે કે ટૂંક સમયમાં ગુગલ, ફ્લાઇટ્સમાં એક નવું એઆઈ સંચાલિત સર્ચ ટૂલ ઉમેરવામાં આવશે. આ ટૂલ ખાસ કરીને એવા પ્રવાસીઓ માટે બનાવવામાં આવ્યું છે જેઓ ટ્રિપ દરમિયાન પૈસા બચાવવા માંગે છે.

2 / 5
આ સુવિધા ફ્લાઇટ ડીલ્સ પેજ દ્વારા ઍક્સેસ કરી શકાય છે અથવા તમે ગુગલ ફ્લાઇટ્સ પર ઉપર ડાબી બાજુના મેનૂ દ્વારા પણ આ સુવિધાને ઍક્સેસ કરી શકો છો. ગુગલનું આ ફ્લાઇટ સર્ચ એન્જિન લોકોને ફ્લાઇટ શોધવા અને એરલાઇન ટિકિટની કિંમતોની તુલના કરવામાં મદદ કરે છે.

3 / 5
ગુગલે એક બ્લોગ પોસ્ટમાં કહ્યું છે કે અલગ અલગ તારીખો, સ્થળો અને ફિલ્ટર્સ લાગુ કરીને શ્રેષ્ઠ ડીલ શોધવાને બદલે, હવે આ ટૂલ આવ્યા પછી, તમારે ફક્ત એ જણાવવાનું રહેશે કે તમે ક્યારે, ક્યાં અને કેવી રીતે મુસાફરી કરવા માંગો છો. જેમ તમે તમારા મિત્ર સાથે વાત કરી રહ્યા છો, તમે સામાન્ય ભાષામાં ગૂગલના આ AI ટૂલને તમારા પ્રશ્નો પૂછી શકો છો. આ પછી, ગૂગલનું આ AI ટૂલ કામ કરશે અને તમને શ્રેષ્ઠ ડીલ્સ શોધીને બતાવશે.

4 / 5
ફ્લાઇટ ડીલ્સ યુઝરની જરૂરિયાતોને સમજવા અને વધુ સારા પરિણામો બતાવવા માટે ગૂગલના એડવાન્સ્ડ AI નો ઉપયોગ કરે છે. એટલું જ નહીં, આ ટૂલ રીઅલ-ટાઇમ ગૂગલ ફ્લાઇટ્સ ડેટાનો ઉપયોગ કરીને સેંકડો એરલાઇન્સ અને બુકિંગ સાઇટ્સમાંથી ડેટા એકત્રિત કરે છે અને તેને તરત જ સ્ક્રીન પર પ્રદર્શિત કરે છે. આ સુવિધા આગામી થોડા અઠવાડિયામાં ભારત, અમેરિકા અને કેનેડામાં રહેતા વપરાશકર્તાઓ માટે રોલઆઉટ કરવામાં આવશે.

5 / 5

ટેક્નોલોજી એટલે વ્યવહારિક હેતુઓ માટે આપણે જે સાયન્સ નોલેજનો ઉપયોગો કરીએ તે એટલે ટેક્નોલોજી. આવા અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

g clip-path="url(#clip0_868_265)">