ડુંગરપુર-હિંમતનગર રેલવે ટ્રેનમાં પોલીસ દ્વારા અચાનક ચેકિંગ હાથ ધરાયુ, રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી પહેલા મહત્વની કાર્યવાહી
ગુજરાત અને રાજસ્થાનની સ્ટેટ રેલવે પોલીસ દ્વારા સંયુક્ત રેલવે ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. રાજસ્થાનમાં આવનારી વિધાનસભાની સામાન્ય ચૂંટણી પહેલા જ તમામ પ્રકારે તંત્ર એક્શનમાં આવી ચૂક્યુ છે. આવી જ રીતે હવે રેલવે પર પણ બાજ નજર રાખવામાં આવી રહી છે. ગુજરાત અને રાજસ્થાન વચ્ચેની રેલવે ટ્રેનોમાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ.

રાજસ્થાનમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ આવી રહી છે. આ પહેલા જ ગુજરાત અને રાજસ્થાન બોર્ડર વિસ્તારના રુટની ટ્રેનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. બંને રાજ્યની રેલવે પોલીસની ટીમોએ સંયુક્ત રીતે આ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ડુંગરપુર થી હિંમતનગરના રુટ પર રેલવે પોલીસના જવાનો અને અધિકારીઓ દ્વારા ચાલુ ટ્રેનમાં જ ચેકિંગ હાથ ધરાયુ હતુ. કેટલાક મુસાફરોના સામાનને ચેક કરવા ઉપરાંત ક્યાંથી આવવા અને જવા સહિતની વિગતોની પણ જાણકારી મેળવવામાં આવી હતી.

ટ્રેનમાં ગેરકાયદેસર ચીજો, માદક પદાર્થ સહિત સંદિગ્થ ચીજવસ્તુઓની હેરફેર સહિત પર નજર રાખવા થઈને આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. જેને લઈ આવા તત્વોમાં ડર રહે અને વિધાનસભા અને લોકસભાની ચૂંટણીને લઈ તેમની પ્રવૃત્તિઓ પર નજર રાખવાને લઈ આ કાર્યવાહી મહત્વની રહેશે.

આગામી સમયમાં પણ હવે અમદાવાદ થી ઉદયપુર વચ્ચે દોડતી ટ્રેનોમાં ડુંગરપુર થી હિંમતનગર વચ્ચેના રુટમાં ચેકિંગ હાથ ધરવામાં આવશે. રેલવે પોલીસની સોમવારની કવાયતને લઈ અસમાજીક તત્વોમાં ફફડાટ વ્યાપ્યો છે.