Tofu Recipe : પનીર કરતા પણ વધારે હેલ્ધી ટોફુ ઘરે બનાવો, જાણો સંપૂર્ણ રેસિપી
સામાન્ય રીતે પંજાબી શાકમાં મોટાભાગે પનીરનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ હાલમાં પનીર કરતા પણ વધારે ટોફુ વધુ ચર્ચામાં છે. ત્યારે કેટલાક લોકો પનીર ખાવાનું ટાળે છે. તો તમે ટોફુ ઘરે બનાવીને ખાઈ શકો છો.

પનીર જેવું જ દેખાતુ ટોફુ ખાવામાં સ્વાદિષ્ટ હોય છે. ત્યારે ઘરે તેને બનાવવું ખૂબ જ સરળ છે. ટોફુ બનાવવા માટે સોયાબીન, પાણી, લીંબુનો રસ, સૂતરાઉ કાપડ સહિતની વસ્તુની જરુર પડશે.

સૌથી પહેલા સોયાબીનને સારી રીતે ચોખ્ખા પાણીથી ધોઈ લો. ત્યારબાદ તેને ઓછામાં ઓછા 8 કલાક પાણીમાં પલાળી રાખો.

પલાળેલા સોયાબીનમાંથી પાણી કાઢી લો. મિક્સરમાં થોડું પાણી ઉમેરો અને સ્મૂધ પેસ્ટ બનાવવા માટે બ્લેન્ડ કરો.

આ પેસ્ટ બનાવી સુતરાઉ કાપડ દ્વારા ગાળી લો. હવે તેમાંથી દૂધ જેવું પ્રવાહી નીકળે છે તેને સોયા દૂધ કહેવામાં આવે છે. ત્યારબાદ સોયાદૂધને એક વાસણમાં લઈને મધ્યમ આંચ પર ઉકળવા મુકો.

જ્યારે દૂધ ઉકળવા લાગે ત્યારે આંચ ધીમી કરી. તેમાં ધીમે ધીમે લીંબુનો રસ અથવા વિનેગર ઉમેરતા હલાવતા જાવ. જેથી દૂધ ફાટી જશે.

હવે સોયાબીનના ફાટેલા દૂધને સુતરાઉ કાપડમાં ગાળીને પાણી કાઢી નાખો. ટોફુને કપડામાં લપેટીને 20-30 મિનિટ માટે ભારે વસ્તુ નીચે રાખો જ્યાં સુધી તે મજબૂત બ્લોક ન બને.
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.
