AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર, ધારાસભ્યની રજૂઆતના 24 કલાકમાં જ લેવાયું એક્શન, જુઓ-Video

Breaking News: ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર, ધારાસભ્યની રજૂઆતના 24 કલાકમાં જ લેવાયું એક્શન, જુઓ-Video

| Updated on: May 08, 2026 | 11:51 AM
Share

ખેડાના વાંઠવાળી પાસે બની રહેલી માઇનોર કેનાલમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વપરાતા, ભાજપના સ્થાનિક ધારાસભ્ય અને પૂર્વ પ્રધાન અર્જુનસિંહ ચૌહાણે આકસ્મિક નિરીક્ષણ કર્યું હતુ. આ દરમિયાન કામગીરીમાં હલકી ગુણવત્તા વાળો માલ વપરાતો હોવાનું જાણ થતા, તેમણે CMને રજૂઆત કરી હતી. જે બાદ કેનાલનું ડિમોલિશન કરવામાં આવ્યું છે.

ખેડા જીલ્લામાંથી મોટા સમાચાર સામે આવ્યા છે અહીં એક હલકી ગુણવત્તા વાળી કેનાલ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. ખેડાની વાંઠવાળી કેનાલની નબળી ગુણવત્તા અંગે ભાજપના સ્થાનિક ધારાસભ્ય અને ગુજરાતના ભૂતપૂર્વ પ્રધાન અર્જુનસિંહ ચૌહાણે CMને રજૂઆત કરી હતી, જે રજૂઆતના 24 કલાકમાં આ કેનાલ પર દાદાનું બુલડોઝર ચાલ્યું છે.

ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર

ખેડાના મહેમદાવાદના ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ પ્રધાન અર્જૂનસિંહ ચૌહાણે માઈનોર કેનાલમાં ભષ્ટાચારની પોલ ખોલી હતી, તેમણે મહેમદાવાદના વાઠંવાડી ગામ પાસેથી પસાર થતી કેનાલની ગુણવત્તા ચેક કરી હતી. ધારાસભ્યએ અહીં જાતે હથોડી લઈને કામનું નિરિક્ષણ કર્યું હતુ અને સામાન્ય હથોડીના ફટકા મારતા જ કેનાલમાંથી સિમેન્ટની પરત ઉખડી ગઈ હતી. જે બાદ ધારાસભ્યએ CMને રજૂઆત કરી હતી અને તે રજૂઆત બાદ આજે આ કેનાલને તોડી પાડવામાં આવી છે.

CMને રજૂઆત કરતા 24 કલાકમાં લેવાયુ એક્શન

મળતી માહિતી મુજબ ખેડાના વાંઠવાળી પાસે બની રહેલી માઇનોર કેનાલમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વપરાતા સ્થાનિક ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે આકસ્મિક નિરીક્ષણ કર્યું હતુ. આ દરમિયાન કામગીરીમાં હલકી ગુણવત્તા વાળો માલ વપરાતો હોવાનું જાણ થતા તેમણે CMને રજૂઆત કરી હતી. જે બાદ કેનાલનું ડિમોલિશન કરવામાં આવ્યું છે.

કોન્ટ્રાક્ટરે હવે પોતાના ખર્ચે ફરી બનાવી પડશે કેનાલ

ખેડાના વાંઠવાળી કેનાલની ગુણવત્તાના પુરાવા મળતા તંત્રએ આકરુ પગલું લીધુ છે. ધારાસભ્ય અર્જૂનસિંહની CMને રજૂઆતના 24 કલાકમાં જ નબળી કામગીરી વાળી કેનાલ પર ચાલ્યું દાદાનું બુલડોઝર ચાલ્યું છે. હવે સમગ્ર કેનાલ કોન્ટ્રાક્ટરે તેના પોતાના ખર્ચે ફરીથી બનાવવી પડશે. તેમજ સરકારે સ્પષ્ટ ચેતવણી પણ આપી છે કે જનતાના પૈસાનો બગાડ સહન નહીં થાય.

વડોદરામાં ₹7.42 કરોડ ‘પાણીમાં’? રૂપારેલ કાંસમાં ભૂમાફિયાઓએ ઠાલવ્યો હજારો ટન કાટમાળ, ચોમાસા પહેલા તંત્ર ઘોર નિંદ્રામાં!, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">