AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સામાન્ય માણસને પડતા પર પાટું! સાબુ-શેમ્પૂથી લઈને બિસ્કિટ સુધીની વસ્તુઓ થશે ‘મોંઘી’, FMCG કંપનીઓ ભાવવધારાની તૈયારીમાં

મોંઘવારીના માર વચ્ચે સામાન્ય જનતા માટે માઠા સમાચાર સામે આવ્યા છે. કાચા માલ અને ટ્રાન્સપોર્ટ ખર્ચ વધતા હવે સાબુ, શેમ્પૂ અને બિસ્કિટ જેવી રોજિંદી વસ્તુઓ મોંઘી થવા જઈ રહી છે. FMCG કંપનીઓ દ્વારા ભાવવધારાની આ તૈયારી ગરીબ અને મધ્યમ વર્ગ માટે "સામાન્ય માણસને પડતા પર પાટું" સમાન સાબિત થશે.

સામાન્ય માણસને પડતા પર પાટું! સાબુ-શેમ્પૂથી લઈને બિસ્કિટ સુધીની વસ્તુઓ થશે 'મોંઘી', FMCG કંપનીઓ ભાવવધારાની તૈયારીમાં
| Updated on: May 08, 2026 | 8:54 PM
Share

મોંઘવારીમાંથી રાહતની આશા રાખી રહેલા મધ્યમ વર્ગને આગામી મહિનાઓમાં મોટો ઝટકો લાગી શકે છે. દેશની અગ્રણી FMCG કંપનીઓ સાબુ, શેમ્પૂ, બિસ્કિટ, પેકેજ્ડ ફૂડ અને બીજી જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો કરવાની તૈયારી કરી રહી છે. કંપનીઓનું કહેવું છે કે, કાચા માલ, પેકેજિંગ અને પરિવહન ખર્ચમાં સતત વધારાને કારણે કિંમતો વધારવી જરૂરી બની ગઈ છે.

નિષ્ણાતોનું શું માનવું છે?

ડાબર ઇન્ડિયાએ સંકેત આપ્યા છે કે, આગામી થોડા મહિનામાં ઉત્પાદનોના ભાવ ફરી વધી શકે છે. કંપનીના જણાવ્યા અનુસાર, પેકેજિંગ મટિરિયલ અને અન્ય ઇનપુટ કોસ્ટ સતત વધી રહી છે. ડાબર ચાલુ ક્વાર્ટરમાં જ તેના ઘણા ઉત્પાદનોની કિંમતમાં અંદાજે 4 ટકા સુધીનો વધારો કરી ચૂકી છે.

નિષ્ણાતોના મતે, પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને ક્રૂડ ઓઈલના ભાવમાં તેજીએ FMCG કંપનીઓની પડતર કિંમત પર દબાણ વધાર્યું છે. ઈરાન અને અમેરિકા વચ્ચેનો તણાવ તથા હોર્મુઝની સામુદ્રધુનીને લઈને અનિશ્ચિતતાના કારણે વૈશ્વિક તેલ બજારમાં ઉતાર-ચઢાવ ચાલુ છે. જો ક્રૂડ ઓઈલના ભાવ લાંબા સમય સુધી ઊંચા રહેશે, તો તેની અસર પરિવહન, પ્લાસ્ટિક પેકેજિંગ અને ઉત્પાદન ખર્ચ પર પડશે.

કંપનીઓએ વ્યક્ત કરી ચિંતા

હિન્દુસ્તાન યુનિલિવર (HUL), નેસ્લે, બ્રિટાનિયા, ITC, મેરિકો અને ગોદરેજ કન્ઝ્યુમર જેવી મોટી કંપનીઓએ પણ વધતા ઇનપુટ ખર્ચ અંગે ચિંતા વ્યક્ત કરી છે. HUL માટે ચા અને પેકેજિંગ મોંઘા થઈ રહ્યા છે, જ્યારે નેસ્લે પર કોફી, દૂધ અને પેકેજિંગ ખર્ચનું દબાણ વધ્યું છે. બીજી તરફ બ્રિટાનિયા અને ITC જેવી કંપનીઓને ઘઉં, દૂધ અને ખાદ્ય તેલોના ભાવમાં વધારાનો સામનો કરવો પડી રહ્યો છે. આની અસર બિસ્કિટ, સ્નેક્સ અને પેકેજ્ડ ફૂડના ભાવો પર જોવા મળી શકે છે.

સામાન્ય માણસના બજેટ પર વધશે ‘બોજ’

જો કે, ગ્રામીણ અને નાના શહેરોમાં FMCG ઉત્પાદનોની માંગમાં સુધારો જોવા મળી રહ્યો છે પરંતુ કંપનીઓ પર નફો જાળવી રાખવાનું દબાણ પણ વધી રહ્યું છે. નિષ્ણાતો માને છે કે, ઘણી કંપનીઓ સીધો ભાવ વધારો કરવાને બદલે પેકેટનું વજન ઘટાડવાની અથવા પ્રીમિયમ ઉત્પાદનો પર વધુ ધ્યાન આપવાની વ્યૂહરચના અપનાવી શકે છે. જો ક્રૂડ ઓઈલની કિંમતોમાં તેજી ચાલુ રહેશે અને ચોમાસું અપેક્ષા મુજબ નહીં રહે, તો આગામી સમયમાં સામાન્ય માણસના ઘરના બજેટ પર વધારાનો બોજ પડી શકે છે.

સૌથી મોટી ગુડ ન્યૂઝ! એક જ એપમાં ‘સબસ્ક્રિપ્શન’ અને ‘ફ્રી વીડિયોઝ’નો સંગમ, યુઝર્સને થશે ‘સીધો ફાયદો’

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
g clip-path="url(#clip0_868_265)">