AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: મુસ્લિમ ક્રિકેટર સમીર રિઝવીએ MS ધોનીને નમાઝ પઢવાની આપી સલાહ, CSKમાંથી કરાયો બહાર, ચોંકાવનારો દાવો

મુસ્લિમ ક્રિકેટર સમીર રિઝવીએ એમએસ ધોનીને નમાઝ પઢવાની આપી સલાહ હતી, જે બાદ ધોનીએ આ ખેલાડીને ચેન્નાઈ સુપર કિંગ્સમાંથી બહાર કરવામાં આવ્યો હતો. આ દાવો સોશિયલ મીડિયામાં કરવામાં આવ્યો છે. અનેક પોસ્ટ અને વીડિયો પણ વાયરલ થયા છે. જોકે આ વાતની કોઈ પુષ્ટિ નથી થઈ.

Breaking News: મુસ્લિમ ક્રિકેટર સમીર રિઝવીએ MS ધોનીને નમાઝ પઢવાની આપી સલાહ, CSKમાંથી કરાયો બહાર, ચોંકાવનારો દાવો
rizvi advised dhoni to pray namazImage Credit source: PTI
| Updated on: May 08, 2026 | 8:42 PM
Share

ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન એમએસ ધોની અને યુવા ક્રિકેટર સમીર રિઝવીને લઈને સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે, જેની અનેક પોસ્ટ અને વીડિયો ઝડપથી વાયરલ થયા છે. પોસ્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે સમીર રિઝવીએ ધોનીને ઈજામાંથી જલદી સાજા થવા માટે નમાઝ પઢવાની સલાહ આપી હતી, જે બાદ તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. જોકે, આ દાવા અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ નથી થઈ.

રિઝવીએ ધોનીને નમાઝ પઢવાની સલાહ આપી

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ સહિત અનેક માધ્યમોમાં છેલ્લા કેટલાક દિવસોથી સમીર રિઝવી અને એમએસ ધોની સંબંધિત પોસ્ટ્સ વાયરલ થઈ રહી છે. કેટલાક યુઝર્સે દાવો કર્યો હતો કે IPL 2024 દરમિયાન ધોની ઘૂંટણની ઈજાથી પરેશાન હતો અને ત્યારે સમીર રિઝવીએ તેને નમાઝ પઢવાની સલાહ આપી હતી. આ બાદ ધોનીએ સમીરને ટીમમાંથી બહાર કરાવ્યો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો.

CSK-ધોની-રિઝવીનું કોઈ નિવેદન આવ્યું નથી

વાયરલ પોસ્ટ્સમાં વધુમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે સમીરને આગામી મેચોમાં તક આપવામાં આવી નહોતી અને બાદમાં ચેન્નાઈ સુપર કિંગ્સે તેને ટીમમાંથી રિલીઝ કરી દીધો હતો. જોકે, આ સમગ્ર દાવા પાછળ કોઈ સત્તાવાર આધાર જોવા મળતો નથી. ચેન્નાઈ સુપર કિંગ્સ, એમએસ ધોની અથવા સમીર રિઝવી તરફથી આ મામલે કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.

CSKમાં સમીર રિઝવીનું ખરાબ પ્રદર્શન

ઉલ્લેખનીય છે કે ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2024ની હરાજીમાં સમીર રિઝવીને આશરે 8.40 કરોડ રૂપિયાની મોટી રકમમાં ખરીદ્યો હતો. ઉત્તર પ્રદેશના આ યુવા બેટ્સમેન પાસેથી ટીમને મોટી અપેક્ષાઓ હતી, પરંતુ સમીર રિઝવી સિઝનમાં ખાસ પ્રદર્શન કરી શક્યો નહીં.. સમીર રિઝવીએ 8 મેચની 5 ઈનિંગ્સમાં માત્ર 51 રન બનાવ્યા હતા.

IPL 2026માં DCમાં રમી રહ્યો છે રિઝવી

ખરાબ પ્રદર્શનના કારણે ચેન્નાઈ સુપર કિંગ્સે સમીર રિઝવીને આગામી સિઝન પહેલા રિલીઝ કર્યો હતો. ત્યારબાદ IPL 2025 મેગા ઓક્શનમાં દિલ્હી કેપિટલ્સે સમીર રિઝવીને ₹95 લાખમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. હાલમાં તે દિલ્હી તરફથી રમી રહ્યો છે.

Breaking News: પંજાબથી CSK સુધી… ટોપ-2 માં પહોંચવા માટે 6 ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા, જાણો સમીકરણ

Follow Us
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
g clip-path="url(#clip0_868_265)">