AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘કામચોરી’ હવે નહીં ચાલે! AMCના 13 અધિકારીઓ સામે કમિશનરની ‘લાલ આંખ’ - જુઓ Video

‘કામચોરી’ હવે નહીં ચાલે! AMCના 13 અધિકારીઓ સામે કમિશનરની ‘લાલ આંખ’ – જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 08, 2026 | 8:07 PM
Share

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના કમિશનરે વહીવટી તંત્રમાં શિસ્ત અને કાર્યક્ષમતા લાવવા માટે કડક હાથે કામ લેવાનું શરૂ કર્યું છે. લાંબા સમયથી કામગીરીમાં બેદરકારી દાખવતા અને ફરજ પર ગેરહાજર રહેતા અધિકારીઓ સામે લાલ આંખ કરતા કમિશનરે એકસાથે 13 અધિકારી-કર્મચારીઓને શો-કોઝ નોટિસ ફટકારી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરે વહીવટી તંત્રમાં શિસ્ત જાળવવા માટે કડક વલણ અપનાવતા 13 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓને શો-કોઝ નોટિસ ફટકારી છે. કામગીરીમાં ગંભીર બેદરકારી દાખવવા, ફરજ પર વગર પરવાનગીએ ગેરહાજર રહેવા તેમજ મ્યુનિસિપલ કચેરીએ આવતા નાગરિકો સાથે અયોગ્ય વર્તન કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે.

કમિશનર દ્વારા મુખ્યત્વે લાઈટ વિભાગ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને ઈજનેર વિભાગના જવાબદાર અધિકારીઓને નિશાન બનાવવામાં આવ્યા છે. તેઓને આ બાબતે તાત્કાલિક જરૂરી ખુલાસો કરવા તાકીદ કરવામાં આવી છે. નોટિસ મેળવનારા અધિકારીઓમાં ઉત્તર ઝોનના એડિશનલ સિટી ઇજનેર ગોપાલ પટેલ, આસિસ્ટન્ટ ઇજનેર દિલીપ પ્રજાપતિ, લાઈટ વિભાગના ડેપ્યુટી સિટી ઇજનેર કિરીટભાઈ, આસિસ્ટન્ટ સિટી ઇજનેર સંજય જેઠવા અને આસિસ્ટન્ટ ઇજનેર હિતેન્દ્રસિંહ સોલંકીનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત સેન્ટ્રલ ઓફિસના આસિસ્ટન્ટ મેનેજર પ્રવીણ સાવલિયા અને જન્મ-મરણ વિભાગના નોંધણીદાર નવીનભાઈ વાઘેલા સહિતના કર્મચારીઓને પણ નોટિસ આપી ખુલાસો માંગવામાં આવ્યો છે. કમિશનરની આ આકરી કાર્યવાહીને પગલે કોર્પોરેશનના બીજા આળસુ અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.

‘GIFT સિટી’ બનશે ‘એવિએશન હબ’! ગુજરાતમાં જ થશે વિમાનોનું ખરીદ-વેચાણ અને લિઝિંગ – જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">