Gujarati News » Photo gallery » During the holidays, travelers arrive in Saputara to enjoy the view of sunrise
Dang: ગુલાબી ઠંડી વચ્ચે ખીલી ઉઠે છે સાપુતારાનું સૌંદર્ય, રજાઓમાં સુર્યોદયનો નજારો માણવા પહોંચે છે સહેલાણીઓ
ક્યારેક કમોસમી વરસાદ તો ક્યારેક પવનના જોરને કારણે પ્રકૃતિની મહેર રહેતી હોય એવા ડાંગ જિલ્લામાં ધુમ્મસવાળુ વાદળછાયું વાતાવરણ જોવા મળે છે. બદલાતા વાતાવરણ વચ્ચે પણ ગિરિમથક સાપુતારામાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠે છે.
ગુજરાત (Gujarat)નો ડાંગ (Dang) જિલ્લો કુદરતી સૌદર્યથી ભરપુર છે. ડાંગ જિલ્લામાં ખાસ કરીને સાપુતારા (Saputara)માં પ્રકૃતિ સોળેકળાએ ખીલી ઉઠે છે. જેનો લ્હાવો લેવા દુર દુરથી સહેલાણીઓ આવે છે.
1 / 5
છેલ્લા ઘણાં સમયથી વાતાવરણમાં સતત ફેરફાર થતા રહ્યા છે. ક્યારેક કમોસમી વરસાદ તો ક્યારેક પવનના જોરને કારણે પ્રકૃતિની મહેર રહેતી હોય એવા ડાંગ જિલ્લામાં ધુમ્મસવાળુ વાદળછાયું વાતાવરણ જોવા મળે છે. બદલાતા વાતાવરણ વચ્ચે પણ ગિરિમથક સાપુતારામાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠે છે.
2 / 5
કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા સાપુતારામાં સૂર્યોદયનો નજારો માણવાનો લ્હાવો જ અલગ છે. કોરોનાના કેસ ઓછા થતા હવે ધીરે ધીરે અહીં સૂર્યોદયને માણવા લોકો ઉમટી પડે છે.વહેલી સવારે સુર્યોદયના દ્રશ્યને પોતાની યાદગાર પળ તરીકે મોબાઇલ કેમેરામાં કેદ કરતા લોકો જોવા મળે છે.
3 / 5
શનિવાર અને રવિવારના દિવસે સાપુતારામાં પ્રવાસીઓનો ધસારો વધુ રહે છે. સાપુતારામાં રજાની મજા માણવા આવતાં પ્રવાસીઓમાં સનરાઈઝ પોઇન્ટ સૌથી પસંદગીનું સ્થળ છે.
4 / 5
સાપુતારાના પર્વતોની ટોચ ઉપર પવનના સુસવાટા વચ્ચે, ગુલાબી ઠંડીમાં પ્રવાસીઓ સૂર્યોદયની મજા માણવા પહોંચે છે. ઠંડીની સાથે પ્રકૃતિની સુંદરતાનો પ્રવાસીઓ આનંદ માણે છે.