Health Tips : રોજ 15 મિનિટ કરો આ 5 કસરત, થોડા દિવસમાં દૂર થઈ જશે વધારાની ચરબી
Belly Fat Exercise : દુનિયામાં ઘણા લોકો ખરાબ લાઈફસ્ટાઈલને કારણે વધારે પડતા વજનની સમસ્યાનો સામનો કરતા હોય છે. રોજ 15 મિનિટમાં આ 5 કસરત કરવાથી તમે તમારુ વધારાનું વજન ઘટાડી શકો છો.

High Knee Running : આ કસરતમાં તમે એક જગ્યા પર રહીને ભાગી શકો છો. આ કસરત દરમિયાન તમારા હાથ અને પગને ઉપર નીચે કરતા રહો. (Photo: Freepik)

Jumping Rope : જંપિંગ રોપ બાળકની મનપસંદ એક્ટિવિટી છે. તેનાથી તમારી વધારીની ચરબી ઝડપથી દૂર થાય છે. તેનાથી પગની મજબૂતી પણ વધે છે. (Photo: Freepik)

Dumbbell Front Squats : આ કસરત કરવા માટે એક સિંગલ ડંબલ લો અને સીધા ઊભા રહીને બંને હાથોને આગળ કરો. ધીરેધીરે અપ એન્ડ ડાઉન કસરત કરો. તેનાથી વજન ઘટવાની સાથે પગ અને શરીરનો નીચેનો ભાગ મજબૂત બને છે. (Photo: Freepik)

Kettlebell Swings : કેટલબેલ એક પ્રકારનું વેટ લોસ ટૂલ છે. તેને બંને હાથમાં પકડીને થોડી મિનિટ માટે સતત એક સ્થિતિમાં રહો. રોજ 5 મિનિટની આ કસરત તમને વજન ઘટાડવામાં મદદ કરશે. (Photo: Freepik)

Trampoline : કસરત કરવાની સાથે સાથે તમે આનંદ માણવા માંગતા હોવ તો તમે ટ્રેન્પોલિન પણ ટ્રાઈ કરી શકો છે. (Photo: Freepik)