AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિવાળીની ભેટ ! ગિરિમથક સાપુતારામાં Adventure Activities ને મળી મંજૂરી, સ્થાનિકોમાં રોજગારીની બંધાઈ મોટી આશા

ગિરિમથક સાપુતારા ખાતે લાંબા અરસાથી બંધ પડેલ એડવેન્ચર એક્ટિવિટી ફરી ચાલુ સ્થાનિકો સહિત પ્રવાસીઓમાં ખુશી વ્યાપી છે. રાજકોટ ગેમ ઝોનની ઘટના બાદ સાપુતારા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં આવેલ એડવેન્ચર પાર્ક બંધ કરવામાં આવ્યા હતા.જોકે હાલમાં સરકાર દ્વારા નવા નીતિનિયમો બનાવીને એડવેન્ચર પાર્ક ખુલ્લા મુકવામાં આવ્યા છે.ત્યારે સાપુતારા ખાતે આવેલ સહ્યાદ્રિ એડવેન્ચર એક્ટિવિટીને પણ મંજૂરી મળેલ છે.

| Updated on: Oct 31, 2024 | 5:34 PM
રાજકોટની ગેમઝોન દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં એડવેન્ચર એક્ટિવિટી પર પ્રતિબંધ મુકાયો હતો. પરંતુ દિવાળીનાં તહેવારોમાં પ્રવાસીઓને મનોરંજન મળી રહે તે માટે રાજ્ય સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આ ગાઈડલાઈન મુજબ સાપુતારા ખાતે આવેલ સહ્યાદ્રી એડવેન્ચર પાર્કને સુરક્ષાનાં નિયમો સાથે એડવેન્ચર એક્ટિવિટી કરવાની મંજૂરી આપવામાં આવી છે.

1 / 5
સરકારે આ મંજૂરી આપતા પહેલા સુરક્ષાનાં તમામ પાસાઓની કાળજીપૂર્વક તપાસ કરી છે. એડવેન્ચર પાર્કને સુરક્ષાનાં નિયમોનું ચુસ્તપણે પાલન કરવા જણાવવામાં આવ્યું છે. જેથી પ્રવાસીઓ સુરક્ષિત વાતાવરણમાં એડવેન્ચરનો આનંદ માણી શકે. આ નિર્ણયથી સાપુતારામાં ફરવા આવતા પ્રવાસીઓ માટે એક નવી ખુશીનો સમાચાર આવ્યો છે. હવે તેઓ દિવાળીના તહેવારોમાં એડવેન્ચર એક્ટિવિટીનો આનંદ માણી શકશે.તથા સ્થાનિકોમાં પણ રોજગારીની આશા બંધાઈ છે.

2 / 5
સાપુતારાની ઠંડી હવા અને લીલોતરી વચ્ચે એડવેન્ચર એક્ટિવિટી એક અનોખો અનુભવ બની રહેશે.ગિરિમથક સાપુતારા ખાતે આવતા પ્રવાસીઓને એડવેન્ચર એક્ટિવિટીનાં સંચાલક દ્વારા અપીલ કરવામાં આવી છે કે તેઓ એડવેન્ચર એક્ટિવિટી દરમિયાન સુરક્ષાનાં નિયમોનું પાલન કરે.સુરક્ષા કર્મચારીઓની સૂચનાઓનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે.

3 / 5
 સાપુતારામાં એડવેન્ચર એક્ટિવિટીને મંજૂરી મળવાથી સાપુતારાના પર્યટન ક્ષેત્રને નવી આશા મળી છે.આ નિર્ણયથી સાપુતારામાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની સંભાવના જોવા મળી રહી છે.

4 / 5
રાજય સરકાર દ્વારા એડવેન્ચર એક્ટિવિટીને મંજૂરી આપી દીધી છે.જે આવકારદાયક નિર્ણય છે.પરંતુ સાપુતારામાં લાંબા સમયથી બંધ પડેલ બોટિંગ અને રોપવે અંગે પણ નિર્ણયો લઈ સુરક્ષાનાં ધોરણો સાથે વહેલી તકે ચાલુ કરવામાં આવે તો સાપુતારા ખાતે દિવાળીનાં વેકેશનને ચાર ચાંદ લાગશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.ત્યારે રાજય સરકાર આ અંગે સત્વરે નિર્ણય લે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે..

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">