દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની મોટી હેટ્રિક…આ વખતે પણ મળી ‘0’ બેઠક
કોંગ્રેસ દિલ્હીમાં ફરી એક વખત ચૂંટણી હારી છે. પાર્ટીનો દિલ્હીમાં સતત ત્રીજી વખત સફાયો થયો છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ એક પણ બેઠક જીતી નથી. દિલ્હીમાં કોંગ્રેસનું પતન 2015માં શરૂ થયું હતું, 2015માં કોંગ્રેસે તમામ 70 બેઠકો ગુમાવી હતી.

કોંગ્રેસ દિલ્હીમાં ફરી એક વખત ચૂંટણી હારી છે. પાર્ટીનો દિલ્હીમાં સતત ત્રીજી વખત સફાયો થયો છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ એક પણ બેઠક જીતી નથી.

દિલ્હીમાં કોંગ્રેસનું પતન 2015માં શરૂ થયું હતું, 2015માં કોંગ્રેસે તમામ 70 બેઠકો ગુમાવી હતી અને પહેલીવાર આમ આદમી પાર્ટી 63 બેઠકો જીતીને સત્તામાં આવી હતી. જ્યારે ભાજપને 3 બેઠકો મળી હતી.

2020ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ફરી એકવાર AAP સત્તામાં આવી હતી અને 62 બેઠકો જીતી હતી. જ્યારે ભાજપને 8 બેઠકો મળી હતી, જો કે આ ચૂંટણીમાં પણ કોંગ્રેસ ખાતું ખોલી શકી નહોતી.

શીલા દીક્ષિતના નેતૃત્વમાં દિલ્હીમાં એક સમયે પાવરફૂલ પાર્ટી રહેલી કોંગ્રેસ હવે AAP અને BJPના પ્રભુત્વવાળા રાજકીય ક્ષેત્રમાં પોતાનું સ્થાન શોધવા માટે સંઘર્ષ કરી રહી છે.

27 વર્ષ પછી દિલ્હીમાં ભાજપની વાપસી થઈ છે, 2025ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ જીત તરફ આગળ વધી રહી છે, જ્યારે આમ આદમી પાર્ટીની હાર લગભગ નિશ્ચિત છે, તો કોંગ્રેસ આ વખતે પણ ખાતું ખોલવામાં નિષ્ફળ રહી છે.

આ એ જ દિલ્હી છે, જ્યાં કોંગ્રેસના દિગ્ગજ નેતા રહે છે. આ એ જ દિલ્હી છે, જ્યાં કોંગ્રેસે વર્ષો સુધી ભાજપને સત્તાથી દૂર રાખી હતી. દિલ્હી સિવાય એવું કોઈ રાજ્ય નથી, જ્યાં કોંગ્રેસે સતત 0 બેઠકોની હેટ્રિક લગાવી હોય.

દિલ્હીના લોકોમાં કોંગ્રેસનો પ્રેમ સતત ઘટી રહ્યો છે. કારણ કે, એક સમય હતો જ્યારે કોંગ્રેસનો નોટ શેર 40 ટકા હતો, 2008ની દિલ્હી લોકસભા ચૂંટણમાં કોંગ્રેસનો વોટ શેર 40.31 ટકા હતો, જે ઘટીને 2025ની ચૂંટણીમાં માત્ર 6 ટકા રહ્યો છે.

































































