રામ લલ્લાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે. રામ જન્મોત્સવ નિમિત્તે મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. રંગોળી બનાવવામાં આવી છે. સવારથી જ અહીં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે.
આજે દેશમાં રામનવમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રામ લલ્લાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે.
1 / 7
રામ જન્મોત્સવ નિમિત્તે મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. રંગોળી બનાવવામાં આવી છે. સવારથી જ અહીં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે.
2 / 7
સમગ્ર મંદિર પરિસર 'જય શ્રી રામ'ના નારાથી ગુંજી રહ્યું છે. દરેક ભક્તના રામ ધૂન બોલાવી રહ્યા છે અને જય શ્રી રામના નારા સાથે પરિસરમાં પ્રવેશ કરી રહ્યા છે
3 / 7
આ વર્ષે રામનવમી નિમિત્તે અનેક ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
4 / 7
રામ લલ્લાના આ અસ્થાયી મંદિરમાં આ છેલ્લી રામનવમી છે. ભગવાન રામ આવતા વર્ષે બની રહેલા ભવ્ય રામ મંદિરના ગર્ભગૃહમાં બિરાજશે. આવી સ્થિતિમાં, અસ્થાયી મંદિરમાં આ છેલ્લી જન્મજયંતિ છે.
5 / 7
જણાવી દઈએ કે આજે રામ નવમીના દિવસે રામ લલ્લાના દર્શન સવારે 6.30 થી 11.30 અને સાંજે 2 થી 7.30 સુધી રહેશે.
6 / 7
સાથે જ રામ મંદિર નિર્માણનું કામ પણ તેજ ગતિએ ચાલી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે તેના નિર્ધારિત સમયના 3 મહિના પહેલા તૈયાર થઈ જશે.