Women’s World Cup Prize Money : મહિલા ટીમને પુરુષોની ટીમ કરતાં વધુ મળશે પ્રાઈઝમની, હારનાર અને જીતનાર બંન્ને ટીમ થશે માલામાલ
આઈસીસી મહિલા વનડે વર્લ્ડકપ 2025ની ફાઈનલ ભારત અને સાઉથ આફ્રિકાની ટીમ વચ્ચે મુંબઈના ડીવાઈ પાટિલ સ્ટેડિયમમાં રમાશે. સાઉથ આફ્રિકાએ ઈંગ્લેન્ડને હરાવી પહેલી વખત ફાઈનલમાં સ્થાન બનાવ્યું છે. જ્યારે ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી ફાઈનલમાં એન્ટ્રી કરી હતી. હવે જાણી લો ચેમ્પિયન ટીમને કેટલા પૈસા મળશે.

આઈસીસી મહિલા વનડે વર્લ્ડકપ 2025ની ફાઈનલ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે. બંન્ને ટીમ વચ્ચે આ મેચ નવી મુંબઈના ડીવાઈ પાટિલ સ્ટેડિયમમાં રમાશે. સેમિફાઈનલમાં સાઉથ આફ્રિકાએ ઈંગ્લેન્ડને હરાવી 125 રનથી પહેલી વખત ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે.

બંન્ને ટીમ પોતાના પહેલા ખિતાબની શોધમાં છે. બંન્ને ટીમ વચ્ચે આ મેચ બપોરના 3 કલાકે શરુ થશે. ફાઈનલમાં જીતનારી ટીમને ટ્રોફીની સાથે સાથે મોટી પ્રાઈઝ મની મળશે. તો ચાલો જાણીએ ચેમ્પિયન ટીમને કેટલી પ્રાઈઝ મની મળશે.

મહિલા વર્લ્ડકપ જીતનારી ટીમને અંદાજે 40 કરોડ રુપિયાની પ્રાઈઝ મની મળશે. જ્યારે ફાઈનલમાં હારનારી ટીમને એટલે કે, રનર-અપને અંદાજે 20 કરોડ રુપિયા મળશે.

2025 આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડકપે પ્રાઈઝમની મામલે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. ટૂર્નામેન્ટની વિજેતા ટીમને અંદાજે 40 કરોડ રુપિયા અને રનરઅપને 20 કરોડ રુપિયા મળશે.

આ રકમ ગત્ત વર્લ્ડકપની તુલનામાં ખુબ વધારે છે.

2025 મહિલા વર્લ્ડકપ માટે કુલ પ્રાઈઝમની 116 કરોડ રુપિયા રાખવામાં આવી છે. જે 2022માં ન્યુઝીલેન્ડમાં રમાયેલી ટૂર્નામેન્ટની 29 કરોડ રુપિયાથી અંદાજે 3 ગણી વધારે છે. આ વખતે વર્લ્ડકપ એટલા માટે પણ ખાસ છે કે, પહેલી વખત આઈસીસીએ પુરુષ અને મહિલા વર્લ્ડકપની પ્રાઈઝમની સમાન કરી છે.

આ જેન્ડર ઈક્વલિટી તરફ એક મોટું પગલું છે. એ પણ નોંધનીય છે કે ,આ ઈનામી રકમ 2023ના મેન્સ વર્લ્ડ કપ કરતાં વધુ છે, જેની કુલ ઈનામી રકમ 84 કરોડ હતી.
ભારતની મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ, જેને વુમન ઈન બ્લુ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે.અહી ક્લિક કરો
