ICC rule book EP 22 : ક્રિકેટમાં વાઈડ બોલ અંગે શું છે ICCનો નિયમ ?
ક્રિકેટ કરોડો લોકોની પસંદીદાર રમત છે. પરતું તેના નિયમો શું છે? આ નિયમોની વિશેષતા શું છે? તેના વિશે ઘણા ફેન્સને ખબર હોતી નથી. ખાસ કરીને જ્યારે અમ્પાયર કોઈ બોલને "વાઈડ બોલ" જાહેર કરે છે ત્યારે કેટલાક દર્શકોને સવાલ થાય છે કે અ વાઈડ કેવી રીતે? આજે આપણે જાણશું કે ICC (MCC)ની રૂલબુક અનુસાર નિયમ નંબર 22 – Wide Ball શું છે? અને કઈ સ્થિતિમાં બોલને વાયડ ગણવામાં આવે છે.

ICCના નિયમ નંબર 22 અનુસાર, જ્યારે બોલરે ફેંકેલો બોલ એટલો બહાર જાય કે સ્ટ્રાઈક પર રહેલ બેટ્સમેન સામાન્ય સ્થિતિમાંથી તેને બેટ દ્વારા ફટકારી ન શકે, ત્યારે તે બોલ "વાઈડ બોલ" તરીકે ગણાય છે.

બોલ જ્યારે બાઉન્સ થાય ત્યારે જો તે બેટ્સમેનની સામાન્ય પોઝિશનથી ખૂબ ઉપર હોય, અને બેટ્સમેન તેને રમી શકે એમ ના હોય તો અમ્પાયર તેને વાઈડ બોલ જાહેર કરે છે. પરંતુ જો બેટ્સમેન પોતે જ આગળ ખસીને બોલથી દૂર જાય તો એ હાલતમાં બોલ વાયડ નહીં ગણાય.

કેવી સ્થિતિમાં વાઈડ બોલ નહીં ગણાય, એ પણ નિયમમાં સ્પષ્ટ છે. જો બોલ બેટ્સમેનના બેટ કે શરીર સાથે સ્પર્શ કરે છે, તો એ વાઈડ બોલ ગણાતો નથી—ભલે પછી બોલ બહાર ગયો હોય.

એજ રીતે, જો એ બોલ કોઈ પણ કારણસર 'નો બોલ' હોય, તો તેના પર વાઈડ બોલ આપી શકાતો નથી. એટલે અમ્પાયર વાઈડ બોલ જાહેર કરતા પહેલા બધી પરિસ્થિતિઓ ધ્યાનમાં લે છે.

જ્યારે અમ્પાયર વાઈડ બોલ જાહેર કરે છે ત્યારે એ ડેડ બોલ ગણાતી નથી. તેનો અર્થ એ છે કે રમત ચાલુ રહે છે અને બેટ્સમેન રન પણ લઈ શકે છે. જો ફીલ્ડિંગ ટીમમાં ગડબડ થાય તો બેટિંગ ટીમ વધારાના રન મેળવી શકે છે. એટલે કે વાઈડ બોલ હોય ત્યારે બેટ્સમેનની પાસે રન મેળવવાનો એક વધારાનો મોકો રહે છે.

વાઈડ બોલથી બેટિંગ ટીમને તરત એક રન આપવામાં આવે છે, જે સ્કોરબોર્ડમાં એકસ્ટ્રા તરીકે ઉમેરાય છે. ઉપરાંત, વાઈડ બોલ પર થયેલા તમામ રન (બાઉન્ડ્રી કે ભાગીને લીધેલા રન) એકસ્ટ્રામાં ઉમેરાય છે.

વાઈડ બોલ પર બેટ્સમેન માત્ર ચોક્કસ સ્થિતિમાં જ આઉટ થઈ શકે છે—જેમ કે સ્ટમ્પિંગ, રનઆઉટ, હિટ વિકેટ અથવા રમતમાં કોઈ અવરોધ ઊભો કરવાથી. (All Photo Credit : PTI / ICC / MCC / X)
ક્રિકેટની રમત ખેલભાવના અને નિયમ અનુસાર રમાય એ માટે ICCના નિયમો બનાવવામાં આવ્યા છે. જેનો વિસ્તારથી ઉલ્લેખ ક્રિકેટ રૂલબુકમાં છે. ICC રુલ બૂક સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
