ICC Rule Book EP 33: ક્રિકેટમાં કેચ અંગે શું છે ICCનો નિયમ?
ક્રિકેટ એ નિયમોથી ચાલતી રમત છે, જેમાં દરેક પ્રકારના આઉટ માટે ચોક્કસ અને વિગતવાર નિયમો નક્કી કરવામાં આવ્યા છે. આજના આર્ટિકલમાં આપણે સમજશું કે ICC/MCC રૂલબુક મુજબ નિયમ નંબર 33 – "Caught" શું છે, કઈ પરિસ્થિતિમાં બેટ્સમેનને કેચ આઉટ તરીકે જાહેર કરી શકાય, અને તે માટે શું શરતો જરૂરી હોય છે.

ICC/MCC રૂલબુક મુજબ નિયમ નંબર 33 – કેચ સ્થિતિ છે જ્યારે બેટ્સમેન શોટ રમે અને બોલ બેટ અથવા હાથ/ગ્લોબસને સ્પર્શીને જમીન પર પડતા પહેલા ફિલ્ડર બોલને પકડી લે છે. આ પરિસ્થિતિમાં બેટ્સમેનને "કેચ આઉટ" ગણવામાં આવે છે.

કેચ માન્ય ગણાવવા માટે ફિલ્ડરે બોલ સંપૂર્ણ નિયંત્રણ સાથે પકડવો આવશ્યક છે. ફિલ્ડરનો હાથ અને બોલ વચ્ચે યોગ્ય સંપર્ક હોય અને બોલ જમીનને ના ટચ થાય ત્યારે જ કેચ આઉટ ગણાય.

જો બોલ બેટને લાગ્યા પછી અમ્પાયર, બીજો ખેલાડી કે સ્ટમ્પને વાગીને પણ ફિલ્ડર પકડી લે તો પણ એ કેચ માન્ય ગણાય છે. તેમજ જો ફિલ્ડર બાઉન્ડ્રીની અંદર રહેતા બોલ હવામાં પકડી લે તો પણ કેચ માન્ય ગણાય છે.

જો બોલ નોબોલ હોય, કે સીધો બેટ્સમેનના શરીરને વાગે (બેટને નહીં), અથવા ફિલ્ડર બાઉન્ડ્રી બહાર હોય ત્યારે બોલ પકડે — તો કેચ માન્ય નહીં ગણાય.

જ્યારે એક જ બોલ પર એક કરતા વધુ રીતે વિકેટ આવે (રન આઉટ અથવા સ્ટમપિંગ), ત્યારે કેચને બાકીની બધી વિકેટથી પહેલા ગણવામાં આવે છે, સિવાય કે બેટ્સમેન બોલ્ડ થયો હોય. એટલે કેચ સૌથી પ્રાથમિક વિકેટ ગણાય છે. (All Photo Credit : PTI / ICC / MCC / X)
ICCની ઓફિશિયલ રૂલબુકમાં ક્રિકેટની રમતના તમામ નિયમોની વિસ્તારથી જાણકારી આપવાં આવી છે. ICC રુલ બૂક સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
